ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. ત્રણ મેચની આ સીરિઝની પ્રથમ બે મેચમાં ગાયકવાડને તક મળી નહતી પણ સીરિઝમાં 2-0ની લીડ મેળવ્યા બાદ આશા કરવામાં આવી રહી છે કે ત્રીજી વન ડે મેચમાં તેને ડેબ્યૂની તક મળી શકે છે. અંતિમ વન ડે પહેલા બીસીસીઆઇએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર રૂતુરાજ ગાયકવાડના રેપિડ ફાયરનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેને મુશ્કેલ સવાલોનો જવાબ પણ શાનદાર અંદાજમા આપ્યો છે. રૂતુરાજ ગાયકવાડના આ જવાબે ફેન્સનું દિલ જીતી લીધુ છે. આ સવાલમાં એક સવાલ એવો પણ હતો કે સચિન તેંડુલકર સાથે ડિનર કરવા માંગશે અથવા પછી ધોની સાથે ટ્રેનિંગ?
આ રેપિડ ફાયર રાઉન્ડની શરૂઆત ગાયકવાડે પૂણેમાં પોતાનું ફેવરિટ ભોજન ઢોસા ગણાવ્યુ હતુ જ્યારે તેને પૂછવામાં આવ્યુ કે જો તે ક્રિકેટ ના રમતો તો તે ટેનિસ ખેલાડી હોત.
તે બાદ તેને ટેનિસ જગતના બે મહાન ખેલાડી રાફેલ નડાલ અને નોવાક જોકોવિચમાંથી કોઇ એક સાથે સેશનને લઇને પૂછવામાં આવ્યુ તો તેને આ બન્ને ખેલાડીઓની ઉપર રોજર ફેડરરનું નામ લીધુ હતુ. મહત્વપૂર્ણ છે કે ફેડરરે પોતાની કરિયર દરમિયાન 20 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે.
તે બાદ જ્યારે તેને સચિન તેંડુલકર સાથે ડિનર અથવા એમએસ ધોની સાથે ટ્રેનિંગ સેશનનો મુશ્કેલ સવાલ પૂછવામાં આવ્યો તો તેને શાનદાર અંદાજમાં તેનો જવાબ આપ્યો હતો. રૂતુરાજ ગાયકવાડે કહ્યુ કે તે પહેલા એમએસ ધોની સાથે ટ્રેનિંગ સેશન કરશે અને તે બાદ સચિન તેંડુલકર સાથે ડિનર માટે જશે.
રૂતુરાજ ગાયકવાડે આગળ જણાવ્યુ કે તે સ્પિનર્સ કરતા વધુ ફાસ્ટ બોલરને રમવાનું પસંદ કરે છે. ફેવરિટ ઓલ ટાઇમ ક્રિકેટરોમાં તેને સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ લીધુ હતુ. રૂતુરાજ ગાયકવાડે પોતાના ફેવરિટ બેટિગં પાર્ટનરના રૂપમાં ઇશાન કિશનને પસંદ કર્યો તો ટેસ્ટ ડેબ્યૂ માટે તેને લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડને પસંદ કર્યુ હતુ.