“Mother’s Day” આજે મધર્સ ડે છે! આજે માતૃત્વનું સેલિબ્રેશન તો જરૂર કરવાનું પણ શું એક જ દિવસ માં નો છે? એના માટે તો એક આખી જિંદગી પણ ઓછી પડે, ચાલો જાણીએ આ દિવસની ઉજવણીનો ઇતિહાસ
“Mother’s Day” તમારા તમામ કામોને બાજુમાં મૂકીને આજનો દિવસ ચોક્કસથી તમારી માં સાથે સેલિબ્રેટ કરો. એવામાં “મધર્સ ડે” ના દિવસે લોકો પોતાની માતા માટે ચોક્કસથી પ્રેમ દર્શાવવાનો મૌકો આપે છે. “મધર્સ ડે” સામાન્ય રીતે મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. પરંતુ ઘણા દેશોમાં અલગ-અલગ તારીખે ઉજવવામાં આવે છે. કઇ રીતે આ દિવસની શરૂઆત થઇ હતી.
“Mother’s Day” “મધર્સ ડે” ની શરૂઆત અમેરિકામાં થઈ હતી
“મધર્સ ડે””Mother’s Day” ના લઇને ઘણી માન્યતાઓ છે , કેટલાક લોકોનું માનવુ છે કે “મધર્સ ડે” ના આ ખાસ દિવસની શરૂઆત અમેરિકામાં થઇ હતી. વર્જિનિયામાં એના જાર્વિસ નામની મહિલાએ “મધર્સ ડે” ની શરૂઆત કરી. કહેવાય છે કે, એના પોતાની માંને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેનાથી ખૂબ જ પ્રેરિત હતી. તેણે ક્યારેય લગ્ન ના કર્યા અને માંના નિધન પછી તેણે પોતાની માં માટે સન્માન દેખાડવા માટે આ ખાસ દિવસની શરૂઆત કરી. ઇસાય સમાજના લોકો આ દિવસને વર્જિન મેરીના દિવસે ઉજવે છે. યુરોપ અને બ્રિટેનમાં મધરિંગ સન્ડે પણ ઉજવવામાં આવે છે.
ગ્રીસનાં લોકો “મધર્સ ડે” પર “સ્યબેસે ગ્રીક” દેવતાઓની પૂજા કરતા હતા
“Mother’s Day” આ સાથે જોડાયેલી વધુ વાર્તા અનુસાર, “મધર્સ ડે” ની શરૂઆત ગ્રીસથી થઇ. ગ્રીસના લોકો પોતાની માંનું બહુ સન્માન કરે છે, આ માટે તેઓ તે દિવસની પૂજા કરે છે. માન્યતાઓ અનુસાર, સ્યબેસે ગ્રીક દેવતાઓની માતા હતી અને “મધર્સ ડે” પર લોકો તેમની પૂજા કરતા હતા.
“Mother’s Day” “મધર્સ ડે” ની ઉજવણી માટે અમેરિકન પ્રેસિડન્ટે કાયદો પસાર કર્યો
9 મે 1914માં અમેરિકન પ્રેસિડન્ટ વુડ્રો વિલ્સનને એક કાયદો પસાર કર્યો. આ કાયદામાં લખવામાં આવ્યુ કે , મે ના બીજા રવિવારે “મધર્સ ડે” ઉજવાશે. જે પછી ભારત સહિત અન્ય દેશોમાં આ ખાસ દિવસને મે ના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. તો આ “મધર્સ ડે” ના ખાસ દિવસ પર પોતાની માતા સાથે સમય પસાર કરી તેમને ખુશ કરી દો.
કર્ણાટકમાં કોંગ્રેસના CM પદના દાવેદાર કોણ ..?
વાંચો કવિ દલપતરામની આ અદભૂત કવિતા!
હતો હું સૂતો પારણે પુત્ર નાનો
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુખી દેખી દુખી કોણ થાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
મને સુખ માટે કટુ કોણ ખાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
લઈ છાતી સાથે બચી કોણ લેતું
તજી તાજું ખાજું મને કોણ દેતું
મને કોણ મીઠા મુખે ગીત ગાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
પડું કે ખડું તો ખમા આણી વાણી
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી
પછી કોણ પોતા તણું દૂધ પાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
-દલપતરામ