Silver / અમેરિકામાં ફુગાવામાં વૃદ્ધિ અપેક્ષાથી વધુ ધીમી પડી છે. હાઉસિંગ ક્ષેત્રના આંકડા નબળા આવતા ત્યાં વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા પ્રબળ બની છે. ફંડો દ્વારા સોનામાં ચોમેરથી નીકળેલી નવી લેવાલીના પગલે ચાંદીના તેમજ સોનાના ભાવમાં ઉછાળો નોંધાતા તેની સીધી અસર ભારતીય બુલિયન માર્કેટ પર પડી હતી. જેમાં આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં ચાંદી રૂા. ૪,૨૦૦ ઉછળીને રૂા. ૯૦,૦૦૦ની સપાટીએ પહોંચી હતી. જ્યારે મુંબઈ બુલિયન માર્કેટમાં રૂા. ૯૦,૮૦૦ બોલાયા હતા. આમ, વિશ્વ બજારો પાછળ ચાંદી એક જ દિવસમાં રૂા. ૪,૦૦૦ ઉછળતા એક નવો વિક્રમ રચાયો હતો.
Silver /વિશ્વ બજાર પાછળ સોના-ચાંદી રાતોરાત સ્પ્રિંગની જેમ ઉછળ્યા
Silver / વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં પીછેહટ થતાં તેના પગલે વિશ્વબજારમાં સોનામાં ફંડોનું એગ્રેસીવ બાઈંગ શરૂ થયું છે. તેની પાછળ ચાંદીના ભાવ સ્પ્રિંગની જેમ ઉછળતા જોવા મળ્યા હતા. આ ઉછાળાને જોતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ચાંદીમાં આવી તેજી આ પૂર્વે ક્યારેય જોવા મળી નથી એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
Silver / વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઝડપી ઉછળી ૧૧ વર્ષની ટોચે પહોંચી ગયાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ઔંશદીઠ ભાવ ૨૯.૭૭થી ૨૯.૭૮ ડોલરથી ઉછળી પ્રથમ તબક્કે ૩૦ ડોલરની તથા ત્યારબાદ ૩૧ ડોલરની સપાટી પણ પાર કરી છે. ઉંચામાં ભાવ ૩૧.૫૯થી ૩૧.૬૦ ડોલર સુધી પહોંચી છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૩૧.૪૯થી ૩૧.૫૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વૈશ્વિક સોનાના ભાવ પણ ઔંશદીઠ ૨૩૮૯થી ૨૩૯૦ વાળા ઉછળી ૨૪૦૦ ડોલરની સપાટી પાર કરી ઉંચામાં ભાવ ૨૪૨૨થી ૨૪૨૩ થઈ છેલ્લે ૨૪૧૫થી ૨૪૧૬ ડોલર રહ્યા હતા.
Silver / વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ રાતોરાત તીવ્ર ગતીએ વધી જતાં આજ ઝવેરીબજારોમાં સવારે ખુલતી બજારે તીવ્ર ભાવ ઉછાળો આવતાં સવારે બજારમાં આવતા ગ્રાહકો તથા વેપારીઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૮૫૮૦૦થી ઉછળી રૂ.૯૦૦૦૦ બોલાતા થયા હતા. ભાવમાં રૂ.૪૨૦૦ની તેજી ઓવરનાઈટ આવતાં એક દિવસીય ભાવ ઉછાળામાં પણ રેકોર્ડ સર્જાયો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૪૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૫૯૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૬૧૦૦ રહ્યા હતા.
Silver / મુંબઈ બુલીયન બજારમાં આજે જીએસટી વગર ચાંદીના ભાવ રૂ.૮૬૩૭૩ વાળા ઉછળી રૂ.૯૦૮૦૦ બોલાયા હતા. મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૩૦૮૯ વાળા રૂ.૭૩૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૩૩૮૩ વાળા રૂ.૭૪૧૦૦ બોલાયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. આ વર્ષના શરૂઆતમાં ચાંદીના ભાવ રૂ.૭૩ હજાર આસપાસ હતા તે અત્યાર સુધીમાં રૂ.૧૭થી ૧૮ હજાર વધી ગયા છે.
Silver / વિશ્વબજારમાં કોપરના ભાવ ઉછળી બે વર્ષની ટોચે પહોંચી જતાં તેની અસર પણ ચાંદીના ભાવ પર પોઝીટીવ જોવા મળી હતી. કોપરના વૈશ્વિક ભાવ વધી ટનના ૧૦ હજાર ડોલર વટાવી ઉંચામાં ૧૦૫૦૦ ડોલરની સપાટી પણ કુદાવી ગયાના વાવડ મળ્યા હતા.
Silver / વિશ્વબજારમાં ક્રૂડ તેલ ઉંચકાતાં તેની અસર પણ વૈશ્વિક બુલીયન બજાર પર તેજીની પડી હતી. બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૮૩.૩૨ વાળા ૮૪.૦૪ થઈ ૮૩.૯૮ ડોલર રહ્યા હતા. ચીનમાં અર્થતંત્રને પીઠબળ આપવા ત્યાં સરકાર નવા નવા સ્ટીમ્યુલસ પેકેજો લાવતી થઈ છે તથા ત્યાં આયાત નિકાસના અને ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટના આંકડા પ્રોત્સાહક આવતાં વૈશ્વિક તેજીને નવું કારણ મળ્યું હતું.
Silver / વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના વધી ૧૦૯૦ થઈ ૧૦૮૫ ડોલર તથા પેલેડીયમના ભાવ વધી ૧૦૧૫ થઈ ૧૦૧૨થી ૧૦૧૩ ડોલર છેલ્લે રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૩૩ વાળા વધુ ઘટી રૂ.૮૩.૨૮ આસપાસ બોલાઈ રહ્યા હતા.