Shiv sena : એકનાથ શિંદેએ બાલા સાહેબના પુત્ર જયદેવને બાજુમાં બેસાડ્યા, ઉદ્ધવે કહ્યું- શિવસૈનિક કટપ્પાને માફ નહીં કરે
Shiv sena : મુંબઈના શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરે અને BKC ગ્રાઉન્ડમાં એકનાથ શિંદેની દશેરા રેલી થવા જઇ રહી છે. બંને મેદાનમાં માનવમહેરામણ ઉમટી પડ્યું છે. શિંદે અને ઉદ્ધવ જૂથ દ્વારા દશેરા રેલી દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
Shiv sena : કટપ્પાને જનતા માફ નહીં કરેઃ ઉદ્ધવ ઠાકરે
Shiv sena : શિવાજી પાર્કમાં મેગા રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર આકરા પ્રહાર કર્યા છે. ભાર આપતા કહ્યું કે, કટપ્પાને જનતા માફ નથી કરવાની. સ્પષ્ટ કહેવાયું છે કે, શિવસૈનિકોની ગાદી પર માત્ર એક શિવસૈનિકનો જ અધિકાર રહેવાનો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જેમણે શિવસેના સાથે ગદ્દારી કરી, તેમને ગદ્દાર જ કહીશ. મંત્રી પદ તેમની પાસે થોડા સમય માટે હશે, પરંતુ આ જન્મથી ગદ્દારીનો દાગ નહીં હટે. સૌ કહી રહ્યા હતા કે શિવસેનાનું શું થશે. મને ચિંતા ન હતી, જેમણે જવાબદારી સોંપી છે, તે જોઈ લેશે. અહીં(શિવાજી પાર્કમાં) એક પણ વ્યક્તિ મારા દ્વારા લવાયો નથી. ગામડાથી અનેક લોકો પગપાળા આવ્યા છે. અમારો તમારાથી એક સંબંધ છે. આ લોકો મારો સાથ નિભાવશે. એ જ ઠાકરે પરિવારની કમાણી છે.
Shiv sena : આ વખતે રાવણ અલગ છે
Shiv sena : આ વખતે રાવણ અલગ છે . દર વર્ષની પરંપરા મુજબ રાવણ દહન થશે. આ વખતે રાવણ અલગ છે. આ વખતે પચાસ ખોખા (કરોડ)નો ખોખાસુર છે. હું બીમાર હતો, તે સમયે જેમને જવાબદારી સોંપી, તે કટપ્પાએ દગો આપ્યો. તેમને લાગ્યું ઉદ્ધવ ઉઠી નહીં શકે. તેઓ જાણતા નહતા કે આ ઉદ્ધવ નહીં ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરે છે. વિચિત્ર વાત એ છે, અમે બધુ આપ્યું. મંત્રી પદ આપ્યું. ધારાસભ્ય બનાવ્યા, મંત્રી બનાવ્યા. જેમને આપ્યું તે નારાજ થઇને ચાલ્યા ગયા. જેમને નથી આપ્યું, તેઓ નિષ્ઠાથી મારી પડખે ઉભા છે.
Shiv sena : બાપ મંત્રી, દીકરો સાંસદ, શું કમી રહી ગઈ હતી
આ શિવસેના એક દિવસની નથી. જ્યાં સુધી તમે મારી સાથે છો હું શિવસેનાનો પ્રમુખ છું. જ્યાં સુધી કહેશો હું પ્રમુખ રહીશ. તમે ના પાડશો તો ઘરે ચાલ્યો જઇશ. શું ખામી રહી મારામાં. બાપ મંત્રી, દીકરો સાંસદ, ઘરમાં એક ધારાસભ્ય. છતા પણ તમે પાર્ટી સાથે દગો કર્યો. ભાજપે પીઠ પાછળ વાર કર્યો હતો, એટલા માટે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી બનાવી. મેં હિન્દુત્વ નથી છોડ્યું. જ્યારે હું મુખ્યમંત્રી બન્યો, ત્યારે એ પણ હતા. અમિત શાહે કહ્યું આપણી વચ્ચે કંઇ નક્કી નહોતું થયું. હું શિવાજી મહારાજની સામે પોતાના માતા-પિતાના શપથ લઇને કહું છું. અઢી-અઢી વર્ષના મુખ્યમંત્રી બનવાનું નક્કી થયું હતું. હવે જે કર્યું, તે ત્યારે કેમ નકર્યું. તમારે શિવસેના ખતર કરવી હતી.
દિલ પર પથ્થર રાખીને નાયબ મુખ્યમંત્રી બન્યા ફડણવીસ
શિંદે મારા પિતાના નામ પર વાત કરે છે. તેમના માતા-પિતા દુખી થતા હશે. દેવેન્દ્ર ફડણવીસ દિલ પર પથ્થર રાખીને નાયબ મુખ્યમંત્રી બન્યા છે. તેઓ કાયદાની વાત કરે છે. શિંદેને ધારાસભ્ય બોલે છે, વીણી-વીણીને મારીશું, શું આ કાયદાની ભાષા છે. જો અમે અમારા લોકોને કહ્યું હોત તો કાર્યવાહી કરાવી દેત. અમારા નેતાએ પ્રેસ કોન્ફરન્સ કરી તો પોલીસે તેમને એન્કાઉન્ટરની ધમકી આપી. અમારા લોકોને હેરાન કર્યા, તડીપાર કરવા કયો કાયદો છે. એટલું જ નહીં, ગ્રામ પંચાયત ચૂંટણીમાં પણ ફોન કરીને ધમકી આપવામાં આવી રહી છે.
હું શાંત છું, એટલા માટે મારા કાર્યકર્તા શાંત છે
મારા કાર્યકર્તા એટલા માટે શાંત છે કારણ કે હું શાંત છું. જો હું શાંતિ છોડીશ તો તમારા કાયદા તમારી પાસે રહી જશે. શિવસેના કઇ રીતે ચલાવવાની છે, તે તમારે શિખવવાની જરૂર નથી. તમે મને હિન્દુત્વ ન શિખવો. મેં ભાજપને છોડ્યું છે, હિન્દુત્વને નહીં. પાકિસ્તાન જઇને જિન્નાની કબર પર ઝૂકનારા અમને હિન્દુત્વ શિખવશે. નવાઝ શરીફના ઘરે જમનારા અમને હિન્દુત્વ શિખવશે. આતંકવાદીઓ સાથે સંબંધ રાખનારા અમને હિન્દુત્વ શિખવશે.
Shiv sena : ગાય પર બોલો છો, મોંઘવારી પર કેમ નથી બોલતા
તમે ગાય પર બોલો છો, મોંઘવારી પર કેમ નથી બોલતા. તમામ વસ્તુઓ મોંઘી થઇ રહી છે, પરંતુ તમે કહી રહ્યા છો જય શ્રીરામ. હાથમાં કામ નથી, પરંતુ તમે તેના પર બોલતા નથી. સુષમા સ્વરાજે કહ્યું હતું જે દેશની કરન્સી નીચે પડે છે, તે દેશની પ્રતિષ્ઠા પણ પડે છે. આજે ડૉલર 80 રૂપિયાને પાર થઇ ગયો છે.
Shiv sena : ચીનથી આપણી જમીન કેમ નથી છોડાવતા
અમિત શાહ અમને જમીન બતાવવા માંગતા હતા. અમે તો જમીનથી જોડાયેલા છીએ. આજે પણ જમીન પર છીએ. પરંતુ, ચીન ભારતની જમીન પર ઘુસી રહ્યું છે. તેને ભગાડો. ચીનની સાથે ભારતની જમીન પરત લો, અમે તમને ખભા પર બેસાડીને નાચીશું. પાકિસ્તાનને તેમને ભાષામાં જવાબ આપો, અમારા કાર્યકર્તા તેમને ખભા પર બેસાડીને નાચશે.
મહારાષ્ટ્રના તમામ પ્રોજેક્ટ ધીરે-ધીરે ગુજરાત જઇ રહ્યા છે. પરંતુ શિંદે સરકાર ચૂપ છે. જેટલા પણ હિન્દુત્વવાદી છે, તેઓ માત્ર એક જ વ્યાસપીઠ પર આવે, પછી હું મારા પિતા વાળુ હિન્દુત્વ બતાવીશ. આ મંચથી મારા પિતાએ કહ્યું હતું કે, મારુ હિન્દુત્વ જ દેશત્વ છે. જે આ દેશથી પ્રેમ કરે છે, તે મુસ્લિમ પણ મારા છે. તમામ પોતાના ધર્મને ઘરે રાખે. ઘરની બહાર નિકળનારાના દિલમાં હિન્દુસ્તાન રાખે. આ બાલા સાહેબે કહ્યું હતું. સામે કોઈ આતંકવાદી મશીનગન લઇને તમારી સામે ઉભો છે તો તમારા હાથમાં પણ મશીનગન હોવી જોઈએ. આ અમારુ હિન્દુત્વ છે.
Shiv sena : શિંદેની રેલીમાં ઉદ્ધવના ભત્રીજા હાજર
ઉદ્ધવના ભત્રીજા નિહાર ઠાકરે પણ BKC ગ્રાઉન્ડમાં શિંદેની રેલીમાં ભાગ લેવા પહોંચ્યા છે. નિહાર ઉદ્ધવના સગાભાઈ બિંદુ માધવ ઠાકરેના પુત્ર છે અને ઉદ્ધવથી અલગ રહે છે. બિંદુ માધવનું એપ્રિલ 1996માં નિધન થયું હતું.
Shiv sena : હાઈકોર્ટના આદેશ પર ઉદ્ધવને મળ્યો શિવાજી પાર્ક
શિવસેના વર્ષ 1966થી અહીં દશેરા રેલીનું આયોજન કરે છે, પરંતુ આ વખતની રેલી ખાસ છે. આ વખતે શિવસેનાના અધિકારની લડાઈ સુપ્રીમ કોર્ટમાં ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે વચ્ચે ચાલી રહી છે. શિવાજી પાર્કમાં રેલીની લડાઈ હાઈકોર્ટ સુધી પણ પહોંચી હતી. હાઈકોર્ટના આદેશ બાદ ઉદ્ધવ ઠાકરે જૂથને શિવાજી પાર્કમાં રેલી કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
બોમ્બે હાઈકોર્ટે પણ ઉદ્ધવ જૂથને મંજૂરી આપતી વખતે કેટલીક સૂચનાઓ આપી હતી. કોર્ટે કહ્યું હતું કે, ઉદ્ધવ જૂથને રેલીની તૈયારીઓ માટે 2 થી 6 ઓક્ટોબર સુધી શિવાજી મેદાન BMC આપશે. આયોજનનું વીડિયો રેકોર્ડીંગ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા ન બગડે તેની જવાબદારી અરજદાર(ઉદ્ધવ જૂથ)ની રહેશે. જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેની જવાબદારી આયોજકોની રહેશે.
Shiv sena : શિવસેના કોની? સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે ઉદ્ધવ અને શિંદે વચ્ચે કેસ
ઉદ્ધવની લીડરશિપમાં બનેલી મહાવિકાસ અઘાડી સરકારમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ સામેલ હતી. શિવસેનાનો વિવાદ 20 જૂનથી શરૂ થયો હતો, જ્યારે શિંદેના નેતૃત્વમાં 20 ધારાસભ્ય સુરત થઈ ગુવાહાટી જતા રહ્યાં હતા. જે બાદ શિંદે જૂથે શિવસેનાના 55માંથી 39 ધારાસભ્યની સાથે હોવાનો દાવો કર્યો, જે પછી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યું હતું. બાદમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા. સરકાર પડ્યા પછી ઉદ્ધવ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા
26 જૂને સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે શિવસેના, કેન્દ્ર, મહારાષ્ટ્ર પોલીસ અને ડેપ્યુટી સ્પીકરને નોટિસ મોકલી. બળવાખોર ધારાસભ્યોને કોર્ટમાંથી રાહત મળી. મામલો 3 મહિના સુધી કોર્ટમાં ચાલ્યો જે પછી 3 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં કેસ બંધારણ પીઠને ટ્રાન્સફર કરી દીધો.