SHARPSHOOTER GANG : બીલીમોરામાં મિની સોમનાથ મંદિર પાસે SMC અને બિશ્નોઇ ગેંગ વચ્ચે ફાયરિંગ, 3 ની ધરપકડ

SHARPSHOOTER GANG : બીલીમોરામાં મિની સોમનાથ મંદિર પાસે SMC અને બિશ્નોઇ ગેંગ વચ્ચે ફાયરિંગ, 3 ની ધરપકડ

SHARPSHOOTER GANG
SHARPSHOOTER GANG

SHARPSHOOTER GANG : નવસારીના બીલીમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ની ટીમ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. હથિયારની આપ-લે કરવા માટે આરોપીઓ હોટલમાં રોકાયા હોવાની માહિતી મળતાં SMC પહોંચી હતી. જ્યાં હાજર બે આરોપીને ઝડપીને પૂછપરછ કરતાં અન્ય બે આરોપીએ મિની સોમનાથ મંદિરે હોવાનું જાણવા મળતાં SMCની ટીમ મંદિરે પહોંચી હતી, જ્યાં હાજર આરોપીઓએ ગોળીબાર કરતાં પોલીસે પણ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

SHARPSHOOTER  GANG
SHARPSHOOTER GANG

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ SMCને બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાનના અને હાલ નવસારીના બીલીમોરામાં રહેતા બિશ્નોઇ ગેંગના બે શખસને એક હરિયાણા અને એક મધ્યપ્રદેશનો શખસ હથિયાર આપવા આવ્યા છે અને એ અનુકૂળ હોટલમાં રોકાયા છે, જેથી બાતમીના આધારે SMCની ટીમે દરોડો પાડ્યો હતો, જોકે ત્યાં રાજસ્થાનના બે આરોપી જ મળ્યા હતા, જેમને ઝડપીને પોલીસે પૂછપરછ કરતાં અન્ય બે આરોપી નજીકમાં આવેલા મિની સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હોવાનું જણાવ્યું હતું.

હરિયાણા અને મધ્યપ્રદેશથી આવેલા બે આરોપી મંદિરે હોવાથી SMC ટીમ મંદિરે પહોંચી હતી, જ્યાં પોલીસને જોઈને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે એક આરોપીએ પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો, જેથી સ્વ બચાવમાં પોલીસે પણ સામે ગોળીબાર કર્યો હતો.

SHARPSHOOTER GANG
SHARPSHOOTER GANG

પોલીસ અને ગેંગ વચ્ચે બે રાઉન્ડ ફાયરિંગ થતાં એક આરોપીને પગમાં ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો છે. જેથી પોલીસે ઈજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે ખસેડ્યો છે. બાકીના ત્રણ આરોપીઓની ધરપકડ કરીને તેમના કબજામાંથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને 27 જીવતી કારતૂસ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

આરોપીઓનાં નામ

  • યશસિંહ સુંદરસિંહ, હરિયાણા (ઈજાગ્રસ્ત આરોપી)
  • રિષભ અશોક શર્મા, મધ્યપ્રદેશ
  • મનીષ કાલુરામ કુમાવત, રાજસ્થાન
  • મદન ગોપીરામ કુમાવત, રાજસ્થાન

આ ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપરાંત નવસારી જિલ્લા પોલીસની LCB, SOG સહિતની ટીમો સાથે ચિખલી DySP પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં પકડાયેલા ઈસમો કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસે આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

પાંચ દિવસ પહેલાં સુરતમાં પણ કુખ્યાત આરોપી સલમાને ચપ્પુથી હુમલો કરતાં PIએ પગમાં ગોળી ધરબી હતી

ઉલ્લેખનીય છે કે આજથી પાંચ દિવસ પહેલાં સુરતમાં પણ એક આરોપીએ પોલીસ પર હુમલો કરતાં સ્વબચાવમાં પોલીસે માથાભારે આરોપીના પગમાં ગોળી ધરબી હતી. સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત 17 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીને સુરત ક્રાઇમ બ્રાંચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હતો. આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ડાભેલ ગામના એક ઘરના રૂમના ખૂણામાં છુપાઈને રહેતો હતો, જ્યાં ક્રાઇમ બ્રાંચની ટીમે તેને દબોચી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે રાતના 10.45એ ઓપરેશન શરૂ કરી વહેલી સવારના 3.30 વાગ્યે પૂર્ણ કર્યું હતું.

ધરપકડથી બચવા સલમાન લસ્સીએ PI સોઢા પર ચપ્પુથી હુમલો કરતાં PIને સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. ગોળી સલમાન લસ્સીના પગનાં હાડકાને સ્પર્શીને આરપાર નીકળી ગઈ હતી. કુખ્યાત સલમાન લસ્સી હોસ્પિટલમાં પોક મુકીને રડતો નજરે પડ્યો હતો. સલમાન લસ્સી છેલ્લા કેટલાક દિવસથી નવસારીના ડાભેલ ખાતે તેની પત્નીના પિયરના ઘરે છુપાયેલો હતો.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *