શંખેશ્વર ખાતે જૈનાચાર્યની દીક્ષા તિથીએ સંસ્કાર બાલ વિદ્યાલયમાં બાળકોને ભોજન વિતરણ કરવામાં આવેલ
શંખેશ્વર ગામે માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 48મી દીક્ષા તિથી નિમિત્તે પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરીવારના આયોજન દ્વારા જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના-નાના બાળકોને ભોજન કરવામાં આવેલ.આ ભોજન દરમ્યાન દરેક બાળકોને પુરી,શાક અને મીઠાઈ,ફરસાણ વિગેરે આપવામાં આવેલ.આ સેવાકીય કાર્યમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય તેમાં પોતાનો કિંમતી સમય આપી કર્મ વિરાંગના,દિન દુખિયાના બેલી એવા શ્રીમતિ જીજ્ઞાબેન શેઠે દરેક બાળકોને ખૂબ ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સુંદર રીતે ભોજન કરાવેલ.આ ભોજનના લાભાર્થી શ્રીમતિ કવિતાબેન કુલીનભાઈ દેઢિયા હસ્તે.જીત-કેવિન ગામ-કચ્છ કોડાય,હાલે મુંબઇ-મલાડ વાળા પરિવારે પોતાની લક્ષ્મીનો સદ્ ઉપયોગ કરી ખૂબ ઉદાર દિલે સુંદર લાભ લીધેલ. આ ભોજન દરમ્યાન દરેક બાળકોનેના ચહેરા પર ખૂબ હાસ્ય અને સ્મિત જોવા મળેલ.આ પ્રસંગે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ દ્વારા ઉદાર દિલે લાભ લેનાર દાતા પરીવારની ખૂબ ખૂબ અનુમોદન કરેલ.