SCIENCE PARK IN SECTOR-23 : ગાંધીનગરના સેક્ટર-23માં સૌ પ્રથમ વખત સાયન્સ પાર્ક

SCIENCE PARK IN SECTOR-23 : ગાંધીનગરના સેક્ટર-23માં સૌ પ્રથમ વખત સાયન્સ પાર્ક

SCIENCE  PARK  IN  SECTOR-23
SCIENCE PARK IN SECTOR-23

SCIENCE PARK IN SECTOR-23 : આજકાલ બાળકોમાં મોબાઇલની લત એક ગંભીર સમસ્યા બની ગઈ છે. બાળકો ઘણા કલાકો સુધી મોબાઇલ પર વિતાવે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને બાળકો રમતા-રમતા વિજ્ઞાન શીખે અને તેમનામાં રહેલી સાયન્સ પ્રત્યેની મૌલિકતા ખીલે તે માટે ગાંધીનગરના સેક્ટર-23માં સૌ પ્રથમ વખત સાયન્સ પાર્ક બનાવવામાં આવ્યો છે.

આ સાયન્સ પાર્ક નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના આર્થિક સહયોગથી ઊભો કરવામાં આવ્યો છે. સાયન્સ પાર્કમાં સેન્ટર ઓફ ગ્રાવિટી ડોલ, ઈન્ફિનિટી વેલ, ઝાઈલોફોન, યો-યો મોડેલ સહિતના 30 જેટલા સાયન્સના મોડેલ મૂકવામાં આવ્યા છે.

SCIENCE  PARK IN SECTOR-23
SCIENCE PARK IN SECTOR-23

આ ઉપરાંત સાયન્સની શોધ કયા વૈજ્ઞાનિકે કરી તેની માહિતી દર્શાવતું પ્લેટફોર્મ પણ બનાવવામાં આવ્યું છે. સાયન્સ પાર્કમાં વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તેવા અલગ-અલગ સાયન્સના મોડેલ મૂકવામાં આવ્યા છે.

SCIENCE PARK  IN SECTOR-23
SCIENCE PARK IN SECTOR-23

નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડો. અનિલ પટેલે જણાવ્યું કે, બાળક સાયન્સ પાર્કમાં આવીને વિવિધ સાયન્સના સાધનોનો ઉપયોગ કરે ત્યારે સાયન્સ કેવી રીતે કામ કરે છે, તેનું પ્રેક્ટિકલ નોલેજ મળે છે. આનાથી બાળકના મનમાં સાયન્સ પ્રત્યે રહેલી અરૂચી ઓછી થશે અને તેનામાં સાયન્સ પ્રત્યે રસ જાગૃત થશે.

એક વીઘામાં નિર્માણ કરાયેલા સાયન્સ પાર્કમાં ડબલ પેન્ડ્યુલમ, પિંજરામાં પક્ષી મોડેલ, દૃષ્ટિ સાતત્ય, કેંદ્રત્યાગી બળ, હવામાં તરતી રીંગો, ન્યૂટન ક્રેડલ મોડેલ, સાઈકલથી વીજળી પેદા કરવાનું મોડેલ, સોલાર મોડેલ, સમતુલિત રમકડાનું મોડેલ, ગાયરોસ્કોપ મોડેલ, પેરિસ્કોપ મોડેલ, ટેલીસ્કોપ મોડેલ, કેલિડોસ્કોપ મોડેલ, સ્ક્રૂ પંપ મોડેલ, ઍગ્યુલર મોમેન્ટમ ખુરશી મોડેલ અને ડબલ કોન મોડેલ જેવા અનેક વૈજ્ઞાનિક સિદ્ધાંતો સમજાવતા મોડેલ્સ મૂકવામાં આવ્યા છે.

SCIENCE PARK IN SECTOR-23
SCIENCE PARK IN SECTOR-23

આ ઓપન સાયન્સ પાર્કમાં મૂકવામાં આવેલા મોડેલની વિશેષતાની વાત કરીએ તો, સેન્ટર ઑફ ગ્રેવીટી ડોલ જે ગુરુત્વ કેન્દ્રનું મહત્વ સમજાવે છે. ઇન્ફિનિટી વેલ ગુણક પ્રતિબિબનો નિયમ, ઝાઈલોફોન મોડલ દ્વારા ધ્વનિ તરંગોનો સંબધ લંબાઈ સાથે કઈ રીતે જોડાયો છે તે સમજાય છે.

SCIENCE PARK IN SECTOR-23
SCIENCE PARK IN SECTOR-23

સ્થિતિ ઊર્જાનું ગતિ ઉર્જામાં કઇ રીતે રૂપાંતરણ થાય છે તે માટે યો-યો મોડેલ છે. ડબલ પેન્ડ્યુલમ દ્વારા ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કઈ રીતે પરિવર્તિત થાય છે તે સમજાવે છે. પિંજરામાં પક્ષી મોડેલ દ્રષ્ટિ સાતત્ય, કેન્દ્ર્ત્યાગી બળનો નિયમ, હવામાં તરતી રીંગો એ દ્રષ્ટિભ્રમ સમજાવે છે.

SCIENCE PARK IN   SECTOR-23
SCIENCE PARK IN SECTOR-23

SCIENCE PARK IN SECTOR-23 : ન્યૂટનનો ત્રીજો નિયમ ન્યૂટન ક્રેડલ મોડેલ દ્વારા સરળતાથી સમજી શકાય છે. સાઈકલ ચલાવતાં ચલાવતાં વીજળી કઇ રીતે પેદા થાય છે, સોલાર મોડેલ માં સૂર્યકૂકર કઈ રીતે કામ કઈ રીતે કામ કરે છે તે દર્શાવે છે. દોરી પર માણસ કેમ ચાલી શકે છે તે સમતુલિત રમકડાનું મોડેલથી સમજાય છે.

સાયકલ સ્થિર હોય તો પડી જાય પણ જો ગતિમાં હોય તો બિલકુલ પડતી નથી, આ વિગત ગાયરોસ્કોપ મોડેલ દ્વારા સમજાવવામાં આવે છે. સબમરીનમાં વપરાતું પેરીસ્કોપ પાણીની સપાટી બહારની વસ્તુઓ કંઈ રીતે જુએ છે તે મોડેલ અહીં મૂકવામાં આવ્યું છે.

દૂરની વસ્તુ નજીક જોવા માટેનું ટેલીસ્કોપ મોડેલ, ગુણક પ્રતિબિંબ સમજાવતું કેલિડોસ્કોપ મોડેલ, આ ક્રિમિડીઝનો સ્ક્રૂ પંપ પાણી કઇ રીતે નીચેની સપાટીથી ઉપર લાવે છે તે મોડેલ, ઍંગ્યુલર મોમેન્ટમને સમજવા ગોળ ફરતી ખુરશીમાં દડા નજીક અને 3 દૂર લાવવાથી ગતિ બદલી શકાય છે તે ખુરશી મોડેલ, ઢાળની વિરુદ્ધ દિશામાં ચઢતો ડબલ કોન જેવા અનેક વૈજ્ઞાનિક સિદ્ધાંતો સમજાવતા વિવિધ વિજ્ઞાન આધારિત 30 જેટલા મોડેલ્સ મુકવામાં આવ્યા છે.

આ સાયન્સ પાર્કનો મુખ્ય હેતુ બાળકોને મોબાઈલથી દૂર રાખી તેમનામાં વિજ્ઞાન પ્રત્યે રસ જગાવવાનો છે. નિયમિત સાયન્સ પાર્કની મુલાકાત કરવાથી બાળકોમાં સાયન્સ પ્રત્યેની રહેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર થશે અને સાયન્સ વિષય તેમનો પ્રિય બનશે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *