Sardar Sarovar : ચોમાસા પહેલાં સરદાર સરોવર નર્મદા ડેમના ગેટની સર્વિસ કામગીરી શરુ

Sardar Sarovar : સરદાર સરોવર નર્મદા બંધ ખાતે પ્રિમોન્સૂન કામગીરી ચાલુ કરવામાં આવી છે

સરદાર સરોવર Sardar Sarovar નર્મદા બંધ ખાતે પ્રિમોન્સૂન કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આ વર્ષે પણ સારા ચોમાસાની શક્યતાએ નર્મદા બંધ પોતાની 138.68 મીટરની મહત્તમ સપાટી સુધી ભરાવાની શક્યતા છે. ડેમ પૂર્ણ રીતે ભરાય તે માટે નિગમ દ્વારા આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

હાલ નર્મદા બંધના ઉપર વાસમાંથી 10575 હજાર ક્યુસેક પાણી આવક થઈ રહી છે. હાલ બંધની જળસપાટી 118 મીટર છે. સરોવર પણ 2100 મિલિયન ક્યુબિક મીટર જેટલું પાણી સંગ્રહિત છે. જોકે વરસાદ ઓછો આવે તો પણ ગુજરાત રાજ્યને પીવાનું પાણી પુરુ પાડી શકવા સક્ષમ નર્મદા બંધ છે.

ચોમાસુ આગામી દિવસોમાં શરૂ થશે એટલે એ પહેલા નર્મદા બંધના 30 રેડિયલ ગેટનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે જે 30X 30 મીટરના ગેટ છે અને 7 ગેટ 30X 26 મીટર ના છે.જે સરળતાથી અપ એન્ડ ડાઉન થાય, કોઈ ઇમર્જન્સી માં ગેટ ખોલવાનો વારો આવે તો આ અટોમેટિક ગેટ ખુલી શકે એ માટે ખાસ એજન્સી દ્વારા તમામ 30 ગેટોને સર્વિસિંગ કરવામાં આવી રહી છે. જેમાં 30 માંથી 5 ગેટનું કાર્ડિયલ કમ્પોઉન્ડ લિકવીડ દ્વારા સર્વિસિંગ પુર્ણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ડેમના તમામ ગેટનું સર્વિસિંગ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *