આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કોરોનાની ઝપેટમાં…
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કોરોનાગ્રસ્ત થયા માંડ શાંત પડેલ કોરોના ફરી ભુરાયો થઇ રહ્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના પોઝિટિવ કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. તેવા સંજોગો વચ્ચે આજે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કોરોનાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. જેંને પગલે હાલ ઋષિકેશ પટેલ હોમ આઈસોલેટ થયા છે. આ અંગે ટ્વિટ કરીને ઋષિકેશ પટેલે જાણકારી આપી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કોરોનાની ઝપેટમાં…
ગુજરાતમાં કોરોના કેસોમા સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાંય 6 દિવસથી કોરોનાએ બેવડી સદી મારી રહ્યો છે એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 226 કેસ નોંધાયા છે. તો આજે કોરોનાને લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. 163 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 1524 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 2 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.