RTO : આપણે ત્યાં ગત વર્ષથી નંબર પ્લેટ આવ્યા બાદ જ ખરીદેલું વાહન મળશે તે નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, રાજ્યમાં નંબર પ્લેટ વગર વાહન વેચનાર વાહન ડીલરોની તપાસ કરવામાં આવશે. વિગતો મુજબ ડીલરો ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા લેતા હોવાની ફરિયાદો બાદ તંત્ર દ્વારા રાજ્યના આશરે 2500 વાહન ડીલરોને ત્યા તપાસના આદેશ આપ્યા છે. જેથી હવે રાજ્યમાં વાહન ડીલરોને ત્યાં તપાસ કરવા RTOને આદેશ કરાયા છે.
RTO : રાજ્યમાં વાહન ડીલરોને ત્યાં તપાસના આદેશ
ગુજરાતમાં આશરે 2500 વાહન ડીલરોને ત્યાં હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, નંબર પ્લેટ વગર વાહનનુ વેચાણ કરતા ડીલરોને ત્યા તપાસ થશે. આ અગાઉ એવી ફરિયાદ મળી હતી કે, ડીલરો ગ્રાહકો પાસેથી વધુ નાણા લઈ રહ્યા છે. જેથી હવે રાજ્યમાં 2500 વાહન ડીલરોને ત્યાં તપાસ થશે અને જો નંબર પ્લેટ વગર વાહન વેચાયુ હશે તો કાર્યવાહી થશે.
RTO : નોંધનિય છે કે, ગત વર્ષે જ સમાચાર સામે આવ્યા હતા કે, હવેથી નંબર પ્લેટ આવ્યા બાદ જ મળશે ખરીદેલુ વાહન તમને મળશે. નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે. RTO પાસેથી કામ લઈને ડીલરોને સોંપાતા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, પહેલા વાહન ખરીદી ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા. હવે વાહન રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને જ નંબર સાથે વાહન આપવામાં આવશે.