Ricky AJ Syngkon શિલોંગના સાંસદ રિકી એ.જે. સિંગકોનનું ફૂટબોલ રમતા રમતા હૃદયરોગથી અકાળે અવસાન

Ricky AJ Syngkon
Ricky AJ Syngkon

Ricky AJ Syngkon શિલોંગના સાંસદ રિકી એ.જે. સિંગકોનનું ફૂટબોલ રમતા રમતા હૃદયરોગથી અકાળે અવસાન

Ricky AJ Syngkon મેઘાલય રાજ્ય માટે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શિલોંગ લોકસભા મતવિસ્તારના લોકપ્રિય સાંસદ અને Ricky AJ Syngkon નું ગુરુવારે સાંજે હૃદયરોગના હુમલાને કારણે કરુણ નિધન થયું છે. તેઓ Voice of the People Party (VPP) ના દિગ્ગજ નેતા તરીકે જાણીતા હતા.

Ricky AJ Syngkon માહિતી મુજબ, રિકી સિંગકોન માવલાઈ માવિયોંગ ખાતે મિત્રો સાથે ફૂટબોલ રમી રહ્યા હતા, ત્યારે અચાનક તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો અને તેઓ મેદાન પર જ બેભાન થઈને ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે તેમને તાત્કાલિક સારવાર માટે માવિયોંગ કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરની ગેરહાજરીને કારણે તેમને આગળ સારવાર માટે Dr. H. Gordon Roberts Hospital ખાતે રીફર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબોના તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહોતા.

Ricky AJ Syngkon : સાંસદના અકાળે અવસાનના સમાચાર રાજ્યભરમાં વાયુવેગે ફેલાતા રાજકીય, સામાજિક અને જાહેર જીવનમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વિવિધ રાજકીય આગેવાનો અને સમાજના આગેવાનો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.

Ricky AJ Syngkon : રિકી એ. જે. સિંગકોનનો અચાનક અવસાન મેઘાલયના રાજકારણ માટે મોટી ખોટ સમાન ગણાઈ રહ્યો છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *