જામનગરમાં રેડક્રોસ સોસાયટી ને રૂ.૧૯ લાખનું અનુદાન આપવામાં આવ્યું
જામનગરમાં રેડક્રોસ સોસાયટી દ્વારા આકાર પામનારા ડેન્ટલ તથા ફિઝીયો થૅરાપી સેન્ટર માટે એકઠાં થઈ રહેલાં દાન અંતર્ગત જામનગરની મહિલા બેંકના એમ.ડી. અને સંસ્કૃતિ ફાઉન્ડેશનના સ્થાપક તથા ગુજરાત સ્ટેટ કો-ઓપ. યુનિયનના ડિરેક્ટર શ્રીમતી શેતલબેન શેઠ દ્વારા ‚રૂ.૧૯ લાખનું અનુદાન આપવામાં આવેલ છે
જે બદલ રેડક્રોસ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો છે.
અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયેલી રેડક્રોસ સોસાયટી દ્વારા જામનગર ખાતે ડેન્ટલ તથા ફિઝીયો થૅરાપી સેન્ટર બનાવવાની મહત્વકાંક્ષી યોજના હાથ પર લેવામાં આવી છે અને આ માટે અનુદાન પણ એકત્ર કરવામાં આવી રહ્યું છે.
આ સંબંધે શેતલબેન શેઠ દ્વારા રેડક્રોસ સોસાયટી (જામનગર જિલ્લા)ના પ્રમુખ બિપીનભાઈ ઝવેરીને એક પત્ર પાઠવીને જણાવવામાં આવ્યું હતું કે, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી (ગુજરાત રાજ્ય)ના ચેરમેન અજયભાઈ પટેલ સાથે વાત થયાં મુજબ તેઓ પોતાના માતુશ્રી ઉર્મિબેન મહેતાના નામથી રેડક્રોસ સોસાયટીને ‚રૂ.૧૯ લાખનું અનુદાન આપવા માંગે છે. ડેન્ટલ તથા ફિઝીયો થૅરાપી સંલગ્ન સાધનો તથા આ સેન્ટર પાછળ ખર્ચ કરવા એમના તરફથી જણાવાયું છે અને જરૂરી ફોર્માલિટી માટે પત્રમાં લખાયું હતું,
આ ઉપરાંત આ સેન્ટર ‘ઉર્મિબેન મહેતા’ના નામથી ચાલુ કરવાની ઈચ્છા પણ એમણે દર્શાવી છે, તા.ર૦.૧ શુક્રવારના રોજ સાંજે પ:૦૦ વાગ્યે શેતલબેન શેઠ દ્વારા આ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે .રેડ ક્રોસ સોસાયટી ના ચેરમેન શ્રી બિપીન ભાઈ ઝવેરી વાઈશ ચેરમેન ડો અવિનાશ ભટ્ટ કારોબારી સદસ્ય શ્રી આનંદ મહેતા નિરંજના બહેન વિઠલાણી કિરીટભાઇ શાહ એડવોકેટ શ્રી પ્રફુલભાઈ કનખરા પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા દીપાબહેન સોની ડો પી બી વસોયા સાહેબ ભાર્ગવ ભાઈ ઠાકર મનહરભાઈ ત્રિવેદી નિતિનભાઈ પરમાર રાજુભાઇ ભાનુશાળી તેમજ રેડ ક્રોસ સોસાયટી નો સ્ટાફ હાજર રહેલ ઉપસ્થિત રહ્યાં હતાં. ડૉ. અવિનાશભાઈ ભટ્ટ રેડ ક્રોસ સોસાયટી જામનગર ના વાઇસ ચેરમેન એ ખાસ આભાર માની એમની યાદી માં જણાવ્યું છે.