RBI: મંગળવારે 26 ડિસેમ્બરે RBI ઓફિસને એક મેઇલ મળે છે, જેમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઇમેલમાં મુંબઈમાં કુલ 11 સ્થળ પર બોમ્બ રાખ્યા હોવાની માહિતી મોકલવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, હાલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધમકી આપનાર આરોપીની વડોદરાથી ધરપકડ કરી છે. હાલ તેની પૂછપરછ ચાલુ છે. જ્યારે કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડોદરાથી 3 લોકોની અટકાયત કરવામાં આવી છે.
મંગળવારે RBI ઓફિસને એક મેઇલ મોકલવામાં આવ્યો હતો. સૂત્રો અનુસાર મેઈલ મોકલનારી વ્યક્તિએ પોતાને ખિલાફત ઈન્ડિયા ગ્રુપનો સભ્ય ગણાવ્યો છે. ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે RBI ઓફિસ, HDFC બેંક અને ICICI બેંક સહિત 11 સ્થળે બોમ્બ રાખ્યા હતા. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની વડોદરાથી ધરપકડ કરી લીધી છે અને હાલ તેની પૂછપરછ શરૂ છે.