RAPAR AND KHAVDA ACCIDENT : રાપરમાં કેમિકલ ભરેલું ટ્રેલર પલટી ગયું અને બીજો અકસ્માત ખાવડા માર્ગે મિની ટેમ્પો પલટી જતાં આગ લાગી

RAPAR AND KHAVDA ACCIDENT : રાપરમાં કેમિકલ ભરેલું ટ્રેલર પલટી ગયું અને બીજો અકસ્માત ખાવડા માર્ગે મિની ટેમ્પો પલટી જતાં આગ લાગી

RAPAR AND KHAVDA ACCIDENT : કચ્છ જિલ્લામાં આજે ગુરુવારે સવારે બે અલગ અલગ સ્થળે માર્ગ અકસ્માત સર્જાયા છે. સામખિયાળી-રાધનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મેવાસા પાટિયા નજીક પ્રથમ અકસ્માત થયો હતો. ગાંધીધામથી રાધનપુર તરફ જતું કેમિકલ ભરેલું ટ્રેલર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પલટી ગયું હતું.

RAPAR AND KHAVDA ACCIDENT
RAPAR AND KHAVDA ACCIDENT

ટ્રેલરમાંથી કેમિકલ 50 મીટર સુધી માર્ગ પર ફેલાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. હાઇવે પેટ્રોલિંગ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો. સલામતીના ભાગરૂપે માર્ગ પર સેફ્ટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે. ક્રેનની મદદથી વાહનને માર્ગ પરથી ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

RAPAR AND KHAVDA ACCIDENT
RAPAR AND KHAVDA ACCIDENT

બીજો અકસ્માત ભુજના ખાવડા માર્ગે બન્યો હતો. ખાવડાથી કોટડા ચેકપોસ્ટ તરફ જતો મુસાફરો ભરેલો મિની ટેમ્પો પલટી જતાં તેમાં આગ લાગી હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થઈ છે, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. મેવાસા પાટિયા નજીક વારંવાર વાહન અકસ્માત થતા રહે છે. ભુજના ખાવડા માર્ગે પણ માર્ગ દુર્ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *