Ram: અયોધ્યાના શ્રી રામ મંદિરની 12 મનમોહક વાતો જાણો

અયોધ્યાના નવા Ram રામ મંદિરને ખુલ્લું મૂકી દેવાયું છે. નવા રામ મંદિરની 12 મનમોહક વાતો અહીં રજૂ કરાઈ છે.

અયોધ્યામાં નવા Ram રામ મંદિરમાં રામલલા બિરાજમાન થઈ ચૂક્યાં છે. દેશવાસીઓમાં પણ જબરો ઉત્સાહ જોવા મળ્યો છે. લોકો હવે આવતીકાલથી રામલલાના દર્શન કરી શકશે. નવા રામ મંદિરની 12 અનોખી વાતો સામે આવી છે. 

1. 23 જાન્યુઆરીથી ભક્તો માટે ખુલ્લું મુકાશે. 3 માળનું મંદિર મિર્ઝાપુરથી પરંપરાગત નાગર સ્ટાઈલથી ગુલાબી રેતીના પત્થરમાં બનાવવામાં આવ્યું છે અને મંદિરના નિર્માણમાં રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બંસી-પહાડપુરની ખાણના આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરાયો છે. 

2. Ram રામ મંદિર નિર્માણનો કુલ ખર્ચ 1800 જેટલો થવા જાય છે અને તેનો કુલ વિસ્તાર 71 એકર છે. કુલ પહોળાઈ 250 ફૂટ અને ઉંચાઈ 161 ફૂટ છે.

3. મુખ્ય મંદિરનો વિસ્તાર 2.67 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. આ મંદિરમાં 390 સ્તંભ, 46 દરવાજા અને 5 મંડપ છે.

4. મુખ્ય ગર્ભગૃહમાં રામ લલ્લાની મૂર્તિઓ છે. આ મંદિરમાં રંગ મંડપ અને નૃત્ય મંડપ સહિત અનેક મંડપ પણ છે.

5. સિંહ દ્વારમાં પ્રવેશતા પહેલા શ્રદ્ધાળુઓ 32 પગથિયાં ચઢીને જમીનથી 16.11 ફૂટની ઊંચાઈ સુધી પહોંચ્યા બાદ મંદિરમાં પ્રવેશ કરશે.

6. વિકલાંગો અને વૃદ્ધો માટે રેમ્પ્સ અને લિફ્ટ છે.

7. મંદિર સંકુલમાં મહર્ષિ વાલ્મિકી, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદ રાજ, માતા શબરી વગેરેને મંદિરો પણ હશે.

8. ગર્ભગૃહ અને પાંચ મંડપ ભોંયતળિયે છે. રામ દરબાર પહેલા માળે હશે. બીજા માળે શું આવશે તેનો હજુ સુધી કોઈ પ્લાન નથી. 

9. જમીનના ભેજ સામે રક્ષણ મેળવવા માટે ગ્રેનાઇટનો ઉપયોગ કરીને 21 ફૂટ ઊંચો પ્લિન્થ (કૂંભી) બનાવાયો છે. 

10. 25,000 લોકોની ક્ષમતા ધરાવતું તીર્થયાત્રી સુવિધા કેન્દ્ર (પીએફસી) બનાવવામાં આવી રહ્યું છે. તે યાત્રાળુઓને મેડિકલ અને લોકરની સુવિધા પ્રદાન કરશે.

11. સંકુલમાં નહાવાનો વિસ્તાર, વોશરૂમ, વોશબેસિન વગેરે સાથે એક અલગ બ્લોક પણ હશે.

12 મંદિરના નિર્માણમાં કોઈ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ મંદિર ઓછામાં ઓછા 1,000 વર્ષ સુધી ચાલે તે રીતે બનાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *