RAKSHA BANDHAN FESTIVAL 2025 : રક્ષાબંધન પૂર્વે કચ્છના ટપાલ તંત્રને રાખડી મોકલવા માટે ખાસ 8 પ્રકારના 2 હજાર કવર ફળવાયા

RAKSHA BANDHAN FESTIVAL 2025 : રક્ષાબંધન પૂર્વે કચ્છના ટપાલ તંત્રને રાખડી મોકલવા માટે ખાસ 8 પ્રકારના 2 હજાર કવર ફળવાયા

Raksha bandhan Festival
Raksha bandhan Festival

RAKSHA BANDHAN FESTIVAL 2025 : ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે કચ્છના ટપાલ તંત્રને રાખડી મોકલવા માટે ખાસ 8 પ્રકારના 2 હજાર કવર ફળવાયા છે અને ભુજ હેડ પોસ્ટ ઓફિસમાં અલગથી બે ટપાલ પેટી પણ મુકવામાં આવી છે. રાખડી, મીઠાઈ સહિત મહત્તમ 5 કિલો વજન સુધીના પાર્સલ વિદેશ મોકલી શકાય છે.

કચ્છના વિવિધ સમાજના લોકો ધંધાર્થે વિદેશ વસે છે, જેથી રક્ષાબંધનના તહેવાર પહેલા વિદેશ રહેતી બહેનો કચ્છ રહેતા પોતાના ભાઈ માટે અને કચ્છથી બહેનો પોતાના વિદેશ રહેતા ભાઈ માટે ટપાલ મારફતે રાખડી મોકલતી હોય છે. આ ઉપરાંત કચ્છ અને રાજ્યના જુદા જુદા જિલ્લા અને દેશના વિવિધ રાજ્યોમાં ટપાલ મારફતે રાખડી મોકલાવતી હોય છે.

RAKSHA BANDHAN
RAKSHA BANDHAN

RAKSHA BANDHAN FESTIVAL 2025 : આગામી તા. 9 ઑગસ્ટના રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે કચ્છનું ટપાલ તંત્ર અત્યારથી સતર્ક બન્યું છે. ભુજની હેડ પોસ્ટ ઓફિસમાં રાખડી મોકલવા માટે અલગથી બે ટપાલ પેટી મુકવામાં આવી છે. કચ્છ ટપાલ વિભાગને પ્રારંભિક તબબકે 2 હજાર રાખડી કવર ફાળવાયા છે. જિલ્લાના લોકોને નજીકની ટપાલ કચેરીએથી રૂ.10માં રાખડી માટેનું કવર મળી રહેશે. ત્યારબાદ જરૂરિયાત મુજબ વધારાના કવરની વ્યવસ્થા કરાશે.

રાખડી, મીઠાઈ સહિત મહત્તમ 5 કિલો વજન સુધીના પાર્સલ વિદેશ મોકલી શકાય છે. ટપાલ વિભાગ દ્વારાઇન્ટરનેશનલ ટ્રેક્ટ પેકેટ સર્વિસ,ઇન્ટરનેશનલ એક્સપ્રેસ મેઇલ સર્વિસ, રજીસ્ટર્ડ, ઇન્ટરનેશનલ સ્મોલ પેકેટ, ઇન્ટરનેશનલ પાર્સલ (એર પાર્સલ) મારફતે બહેનો પોસ્ટમાં રાખડી મોકલી શકે છે.

પોસ્ટની ઇન્ટરનેશનલ ટ્રેક્ટ પેકેટ સર્વિસ 46 દેશોમાં ચાલુ છે. પોસ્ટ મારફતે વિદેશમાં ટ્રેકિંગ વગર રાખડી મોકલવા માટે 20 ગ્રામના રૂપિયા 30 છે જયારે ટ્રેકિંગ સાથે રૂ. 218થી વધુ ચાર્જ લાગે છે. ઇન્ટરનેશનલ એક્સપ્રેસ મેઇલ સેવા ઝડપી છે જયારે ઇન્ટરનેશનલ ટ્રેક્ટ પેકેટ સર્વિસ વધુ સસ્તો વિકલ્પ છે. જે ખાનગી પાર્સલ સેવાની સરખામણીએ અનેક ગણી સસ્તી સેવા છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *