૬૨ વર્ષની ઉંમરે થયું રાકેશ ઝુનઝુનવાલાનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

શેર માર્કેટના કિંગ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 2-3 અઠવાડિયા પહેલાં જ હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી હતી. તેમના સ્વાસ્થ્યમાં સુધારો આવે તે માટે ડોક્ટરની ટીમ અનેક પ્રયાસ કરી રહી હતી. તબિયત વધારે ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

File image

રાકેશ ઝુનઝુનવાલાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.

સ્ટોક માર્કેટના રોકાણકાર એવા રાકેશ ઝુનઝુનવાલા પાસે કરોડોની સંપત્તિ છે. થોડા સમય પહેલા તેમણે આકાસા એર લાઇન્સ ની શરૂઆત કરી હતી. રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *