RAJKOT / રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસમાં રાજ્ય સરકારે વિશેષ સરકારી વકીલ તરીકે તુષાર ગોકાણીની નિયુક્તિ કરાઈ છે.
RAJKOT: વિશેષ સરકારી વકીલ તરીકે તુષાર ગોકાણીને નીમ્યા
RAJKOT: રાજકોટમાં શનિવારનો દિવસ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. TRP ગેમઝોનમાં લોકો બાળકો સાથે ફરવા અને બાળકો ગેમ રમવા ગયાં હતાં. પરંતુ તેમની જ જિંદગી સાથે ગેમ રમાઈ ગઈ અને જોતજોતામાં અગનજ્વાળાઓમાં ભળભળ કરતી જિંદગીઓ જીવતા જીવત આગમાં હોમાઈ ગઈ અને તેમને કોઈ બચાવી ન શક્યું. ત્યારે આ ઘટનાને લઈ અનેક ખુલાસા થઈ રહ્યાં છે. તો બીજી તરફ સરકારની કાર્યવાહી પણ ચાલી રહી છે. ત્યારે ગુજરાત સરકારે વિશેષ સરકારી વકીલ તરીકે તુષાર ગોકાણીને જવાબદારી સોપી છે.
RAJKOT: એસઆઈટીને 72 કલાકમાં રિપોર્ટ રજૂ કરશે !
RAJKOT: ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ એસોસિયેશન દ્વારા સુઓમોટો અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે મામલે હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, સાડા ચાર કલાકની સુનાવણી ચાલી જેમાં તમામે પક્ષ મુક્યો. તેમજ ખાસ ટાંકવામાં આવ્યું કે 2020થી ઘણા ઓર્ડર થયા પણ પાલન થયું નથી. 3 જૂન સુધી દરેક મ્યુનિસિપલ કમિશ્નરને જવાબ રજૂ કરવા કોર્ટે જણાવ્યું હતું. તેમજ આગામી 6 જૂને અગ્રિકાંડ મુદ્દે સુનાવણી હાથ ધરાશે. તેમજ એસઆઈટીને 72 કલાકમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.