Rajkot : નકલી નોટો ઘુસાડવાના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ, 10થી 12 પેઢીમાંથી 35 લાખ ઘુસાડ્યા, 7ની અટકાયત

રાજકોટ પંથકમાં આંગડિયા પેઢીમાં નકલી નોટ જમાં કરાવી જે તે સ્થળેથી અસલી નોટ મેળવતા હોવાનું ખૂલ્યું, અત્યાર સુધી 10 થી 12 પેઢી મારફતે અંદાજીત 35 લાખ ઘુસાડ્યાની માહીતી

પેઢીમાં જમા કરાવ્યા બાદ જે તે સ્થળે અસલી નોટ મેળવતા હતા

રાજકોટ માં નકલી નોટો કૌભાંડ પકડાયું છે ગુજરાતમાં ફરી એકવાર નકલી નોટો ઘુસાડવાનું કારસ્તાન ઝડપાતા હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ રાજકોટ એ-ડિવિઝન અને ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.

ભરત નામના વ્યક્તિ સહિત કુલ 7ની અટકાયત કરવામાં આવી

જેમાં આંગડિયા પેઢીમાં નકલી નોટ જમાં કરવામાં આવતી હતી. જે બાદમાં પેઢીમાં નકલી નોટ જમા કરાવ્યા બાદ જે તે સ્થળે અસલી નોટ મેળવતા હતા. જોકે 10થી 12 પેઢી મારફતે અંદાજીત 35 લાખ ઘુસાડ્યા હોવાની માહીતી સામે આવી છે.

માહિતી મુજબ ઇસમો દ્વારા આંગડિયા પેઢીમાં નકલી નોટ જમાં કરાવાતી હતી. જે બાદમાં જે તે સ્થળે અસલી નોટ મેળવતા હતા. જોકે પ્રાથમિક તપાસમાં 10 થી 12 પેઢી મારફતે અંદાજીત 35 લાખ ઘુસાડ્યાની માહીતી સામે આવતા હડકંપ મચી ગયો છે. જોકે આ સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની આશંકા પણ સેવાઇ રહી છે. અત્યાર સુધી ભરત નામના વ્યક્તિ સહિત કુલ 7ની અટકાયત કરવામાં આવી છે. જોકે પોલીસની પૂછપરછમાં હજી પણ અનેક ખુલાસા થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *