અગ્નિકાંડના વધુ એક આરોપી ની ધરપકડ : બનાસકાંઠા LCBએ આબુરોડથી ધવલ ઠક્કરને દબોચ્યો; 3 આરોપી ના 14 દિવસના રિમાન્ડ મંજુર
RAJKOT : રાજકોટ ગેમ ઝોનના આરોપી ધવલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠા LCB પોલીસે ધવલ ઠક્કરની રાજસ્થાનના આબુરોડના બજારમાંથી ધરપકડ કરી છે. રાજસ્થાનના આબુરોડમાં ધવલ ઠક્કર તેમના સંબંધીના ત્યાં છુપાયો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
RAJKOT: ગુજરાત પોલીસને બાતમી મળી હતી કે અકસ્માત સાથે સંકળાયેલો આરોપી રાજસ્થાનનો હોઈ શકે છે. સોમવારે રાત્રે 8 વાગ્યાના સુમારે પાલનપુર (ગુજરાત)ની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે આબુ રોડ શહેર પોલીસની મદદથી સદર બજારમાં આવેલી કપડાની દુકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી આરોપી ધવલભાઈની અટકાયત કરી હતી. આ પછી તેને શહેર પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અને અહીંથી પાલનપુર ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેને રાજકોટ લઈ ગઈ હતી.