RAJKOT/ રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ શહેરમાં એએમસી કમિશ્નર દ્વારા એસ્ટે વિભાગને કડક સૂચના આપી શહેરમાં ભયજનક મકાનોનો સર્વે કરવા સૂચના આપવામાં આવી છે.
RAJKOT/ ચોમાસા દરમ્યાન શહેરમાં અનેક જગ્યાએ જૂના તેમજ જર્જરીત મકાનો પડી જવાનાં બનાવો બનવતા હોય છે. અગમચેતીનાં ભાગ રૂપે એએમસી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એએમસી કમિશ્નર દ્વારા શહેરમાં ભયજનક મકાનોનો સર્વે કરવાનો એસ્ટેટ વિભાગને શહેરમાં ભયજનક મકાનોનો સર્વેર કરવા કડક સૂચના આપવામાં આવી છે.
RAJKOT/એસ્ટેટ-ટીડીઓ તેમજ સ્ટાફને સર્વે હાથ ધરવાની સૂચના
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર એમ. થેન્નારસને ચોમાસાને લઈ અગમચેતીનાં ભાગરૂપે શહેરનાં કોટ સહિતનાં વિસ્તારમાં આવેલ ભયજનક મકાનો અંગેનો સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે આ બાબતે હેતુસર સરક્યુલર જારી કરી તાત્કાલીક સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે. તેમજ ભયજનક મકાનોનાં માલિકો તેમજ કબ્જેદારોને મકાનોનું રીપીરીંગ કરાવી લેવા તેમજ મકાનનો ઉતારી લેવા માટે તાત્કાલીક ધોરણે નોટીસ આપવા માટે એસ્ટેટ-ટીડીઓ તેમજ સ્ટાફને સૂચના આપવામાં આવી છે. તેમજ નોટીસ આપ્યા બાદ પણ મકાન માલિક કે કબ્જેદારો દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવે તેવા કિસ્સામાં મકાન કે મકાનનો ભયજનક ભાગ તાકીદે ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
RAJKOT/ પોલીસને સાથે રાખી કાર્યવાહીનો આદેશ
એએમસીનાં એસ્ટેટ વિભાગનાં અધિકારી અને કર્મચારીઓની કામગીરીથી નારાજ કમિશ્નર દ્વારા તમામ લોકોને આ બાબતને ગંભીરતાથી લેવા તાકીદ કરવામાં આવી છે. તેમજ ભયજનક મકાનોનો સર્વે કરી મકાન માલિકો તેમજ કબ્જેદારોને નોટીસ આપ્યા બાદ પણ તેઓ દ્વારા ભયજનક મકાનને જમીન દોસ્ત કરવામાં ન આવે તો તેઓ સામે તાત્કાલીક ધોરણે પોલીસને સાથે રાખી કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ આ બાબતની સંપૂર્ણ જવાબદારી ઝોનનાં ડેપ્યુટી એસ્ટેટ ઓફીસરે તપાસ હાથ ધરવાની રહેશે.