RAIN THREAT FOR 2 DAYS IN KUTCH : કચ્છ જિલ્લામાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોમાં ચિંતા.

RAIN THREAT FOR 2 DAYS IN KUTCH : ભરશિયાળે કચ્છ સહીત રાજ્યના અમુક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવમાન વિભાગે ગુજરાતનાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરતાં જણાવ્યું છે કે રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે માવઠાની અસર રાજ્યનાં અનેક શહેરોમાં વર્તાશે.
આજે 31 ડિસેમ્બરે અને નવા વર્ષની શરૂઆતના પ્રથમ દિવસે જ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે કમોસમી વરસાદની સાથે રાજ્યમાં આગામી 48 કલાકમાં ઠંડીનું જોર પણ વધશે. માવઠા બાદ 2 અને ૩ જાન્યુઆરીના કચ્છમાં ઠંડી વધશે. જો કે 4 જાન્યુઆરીથી ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
RAIN THREAT FOR 2 DAYS IN KUTCH : હાલમાં ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે અનેક કચ્છ સહીત રાજ્યમાં થોડું ઠંડીનું જોર વધ્યું છે અને શીત પાવનોને કારણે નાગરિકો ઠૂંઠવાઈ રહ્યા છે, ત્યારે તેની વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે.
માવઠાની સ્થિતિને ધ્યાને રાખી ખેડૂતોને તેમનો કાપણી કરેલ પાક સલામત સ્થળે ખસેડવા અથવા તાડપત્રીથી ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવાની સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ ટાળવો તેમજ બિયારણના જથ્થાને સુરક્ષિત રાખવો. એ.પી.એમ.સી. માં પણ ખેત પેદાશોને શેડ નીચે રાખવા અને શક્ય હોય તો આ દિવસોમાં વેચાણ અર્થે જણસી લાવવાનું ટાળવા અનુરોધ કરાયો છે.
RAIN THREAT FOR 2 DAYS IN KUTCH : બુધવારના માવઠાની આગાહી વચ્ચે મંગળવારે વહેલી સવારથી અરબસાગર કિનારાના વિસ્તારોમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સૂર્યનારાયણના દર્શન ન થતા વાતાવરણ ગૂંચવણભર્યું રહ્યું હતું.
પવનની ગતિ ઓછી હોવાથી દિવસ દરમિયાન ઠંડીમાં થોડી રાહત રહી, પરંતુ સાંજ પડતા ઠંડકમાં વધારો નોંધાયો હતો. હાલ પ્રવાસનની સિઝન ચાલી રહી હોવાથી નારાયણ સરોવર–કોટેશ્વર વિસ્તારમાં કાચી દુકાનોમાં વેપાર કરતા વેપારીઓ પર ચિંતા વધી છે.