અમદાવાદમાં 1 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
અમદાવાદમાં 1 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
અમદાવાદમાં પ્રથમ વરસાદ જાણે કહેર બનીને આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હાલમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
અમદાવાદમાં પ્રથમ વરસાદ જાણે કહેર બનીને આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ ઉસ્માનપુરમાં 3.5 ઇંચ, ચકુડિયામાં 2.5, ઓઢવમાં 2.5 અને વિરાટનગરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી કોતરપુર, મણિનગર, ખમાસા અને મેમકો વિસ્તારમાં પોણા બેથી બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી ટાગોર કંટ્રોલમાં દોઢ, ચાંદખેડામાં સવા, બોડકદેવમાં દોઢ, સાયન્સ સિટીમાં એક, ગોતામાં એક, સરખેજમાં એક, દુધેશ્વરમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ એવરેજ અમદાવાદમાં દોઢ ઇંચ જેવો વરસાદ ખાબક્યો હતો. હાલમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.ભારે વરસાદને પગલે પીઠાખળી અને વિરાટનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે.
ભારે ઉકળાટ બાદ આખરે અમદવાદમાં મેઘ મહેર થઈ છે. શહેરમા અનેક વિસ્તામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જો કે પ્રથમ વરસાદમાં જ પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના રોડ રસ્તા સહિત અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે. રોડ જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. અનેક લોકોના વાહનો પાણીમાં બંધ પડી ગયા છે. આ ઉપરાંત એક એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાઈ હતી. અમદાવાદના હાટકેશ્વર સર્કલ પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા હાટકેશ્વર સર્કલ પાણીમાં ગરકાવ થયું છે. ઢીંચણથી ઉપર સુધીના પાણી ભરાતા લોકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંજ વેજલપુર, નિકોલ, પ્રહલાદ નગરમાં પણ પાણી ભરાયા છે. આ ઉપરાંત પ્રહલાદનગર ગાર્ડન પાસે રસ્તાની વચ્ચોવચ વૃક્ષો ધરાશાયી થયું છે. રસ્તાની બચ્ચોવચ્ચ વૃક્ષ પડતા ટ્રાફીકની સમસ્યા સર્જાઈ છે.