Rain In Gujarat : ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદ રહેવાની શક્યતા, 7 જિલ્લામાં રેડ એલર્ટ

Rain In Gujarat : ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદ રહેવાની શક્યતા,  7 જિલ્લામાં રેડ એલર્ટ

Rain In Gujarat 1
Rain In Gujarat 1

Rain In Gujarat : રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 2થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 189 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ મહેસાણાના કડીમાં 3.6 અને અમદાવાદના વિરમગામમાં 3.3 ઇંચ વરસાદ ખાબકતાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 7 વાગ્યા સુધી દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ અપાયું છે. જ્યારે આજે દિવસ દરમિયાન 29 જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

rain in gujarat
rain in gujarat

Rain In Gujarat : આજે વહેલી સવારથી દેવભૂમિ દ્વારકા, પાટણ, દાહોદ, તાપી અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. બીજી તરફ અમદાવાદ-ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. જોકે, ભારે વરસાદના પગલે ઉપલેટાનું સાતવડી ગામ સંપર્ક વિહોણું થયું છે. તેમજ માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયા છે.

Rain In Gujarat 2
Rain In Gujarat 2

Rain In Gujarat : દ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Rain In Gujarat
Rain In Gujarat

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. ઉકાઈ ડેમમાં હાલ 44,257 ક્યૂસેક પાણીની આવક આવી થઇ રહી છે. એને લઇ ડેમની જળસપાટી 318.23 ફૂટ પર પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ પર છે. એને લઇને ડેમમાંમાંથી 800 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લાના અનેક તાલુકાઓમાં રસ્તાઓનું ધોવાણ થતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રાજપીપળા-ડેડિયાપાડા હાઈવે પર ધોવાણ થતાં 259 ગામના લોકોને 30 કિલોમીટર વધારાનો ફેરો ફરવો પડે છે. લોકો નવું ગરનાળું ક્યારે બનશે એની રાહ જોઇ રહ્યા છે.​​​​​​

ઉકાઇ ડેમમાં પાણીની આવક થતાં જળસપાટીમાં વધારો થયો છે. કડીમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતાં રસ્તાઓ નદીઓમાં ફેરવાયા હતા. રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 32.73 ટકા નોંધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 35.75 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 24.77 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વમધ્ય ગુજરાત ઝોનમાં 34.66 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 32.79 ટકા અને કચ્છ ઝોનમાં 24.77 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ આજદિન સુધીમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. 29 જૂને અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના 160 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કડીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *