અનેક ડુક્કરોના મોત બાદ ભારતમાં એન્થ્રેક્સ સંક્રમણની એન્ટ્રીથી હડકંપ

ફાઈલ તસવીર

અનેક ડુક્કરોના મોત બાદ ભારતમાં એન્થ્રેક્સ સંક્રમણની એન્ટ્રીથી હડકંપ

કેરળના અથિરપ્પીલી જંગલ વિસ્તારમાં જંગલી ડુક્કરોના મોત બાદ આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ અને વન વિભાગની તપાસમાં એન્થ્રેક્સ સંક્રમણની પુષ્ટિ

છેલ્લા કેટલાક દિવસોમાં કેરળમાં કોરોના વાયરસના કહેર વચ્ચે અથિરપ્પીલી જંગલ વિસ્તારમાં એન્થ્રેક્સ ચેપના પ્રકોપને કારણે કેટલાય જંગલી ડુક્કરોના મોત થયા છે. રાજ્ય સરકારે બુધવારે આ માહિતી આપી હતી. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે, અથિરપ્પીલી જંગલ વિસ્તારમાં જંગલી ડુક્કરમાં એન્થ્રેક્સની હાજરીની પુષ્ટિ થઈ છે.

અનેક ડુક્કરોના મોત બાદ ભારતમાં એન્થ્રેક્સ સંક્રમણની એન્ટ્રીથી હડકંપ

સમાચાર એજન્સી ભાષાના સમાચાર અનુસાર, સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે એક નિવેદનમાં કહ્યું કે, ‘અથિરપ્પીલી જંગલ વિસ્તારમાં જંગલી ડુક્કરોના મૃત્યુ પછી, આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ અને વન વિભાગે તપાસ શરૂ કરી અને એન્થ્રેક્સના ચેપની પુષ્ટિ કરવા માટે તેમના નમૂના લેવાયા. તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગ એન્થ્રેક્સના ફેલાવાને રોકવા માટે તાત્કાલિક પગલાં લઈ રહ્યું છે.

એન્થ્રેક્સ એ જમીનમાં કુદરતી રીતે બનતું બેક્ટેરિયમ છે. જે સામાન્ય રીતે ઘરેલું અને જંગલી પ્રાણીઓના સંપર્કમાં આવે ત્યારે અસર કરે છે. એન્થ્રેક્સ પ્રાણીઓમાંથી માણસોમાં અને માણસોથી પ્રાણીઓમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર જંગલી ભૂંડના મૃતદેહને કાઢવા અને દાટવા ગયેલા લોકોના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે. વિભાગે કહ્યું કે, તેમને જરૂરી નિવારક સારવાર પણ આપવામાં આવી રહી છે. જો આ લોકોમાં એન્થ્રેક્સ સંક્રમણ જોવા મળે છે, તો તે વધુ ફેલાવાની શક્યતા છે. જો જંગલી ડુક્કર સહિતના અન્ય પ્રાણીઓ સામૂહિક રીતે મૃત્યુ પામતા જણાય તો ખાસ કાળજી લેવાની જરૂર પડશે. તેમણે લોકોને એવી જગ્યાઓ પર ન જવા કહ્યું છે કે જ્યાં કોઈ પ્રાણી શંકાસ્પદ રીતે મૃત જોવા મળ્યું હોય. આ લોકોમાં એન્થ્રેક્સ ચેપ ફેલાવવાનું જોખમ વધારી શકે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *