POST: દેશભરમાં નવો પોસ્ટ ઓફિસ એક્ટ 2023 કરાયો લાગુ

POST: આ અધિનિયમનો ઉદ્દેશ્ય નાગરિકોની સેવા અને સરકારી યોજનાઓનો લાભ દરેક નાગરિકો સુધી પહોંચાડવાનો છે.

દેશમાં નવો પોસ્ટઓફીસ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે.

POST પોસ્ટઓફીસ એક્ટ 2023એ પોસ્ટઓફીસ એક્ટ 1898 નું સ્થાન લીધું છે. જેનો હેતુ નાગરિકોની સેવા અને સરકારી યોજનાઓનો લાભ દરેક નાગરિકો સુધી પહોંચાડવાનો છે. 

નવા એક્ટમાં પોસ્ટ ઓફીસને પહેલા આપવામાં આવેલ પત્રોને એકઠા કરી સંસાધિત કરવા અને વિસ્તૃત કરવાનો વિશેષ અધિકાર બંધ કરવામાં આવેલ છે. અધિકતમ સાશન અને ન્યુનત્તમ સરકારના લક્ષ્યને વધારો આપવા નવા નિયમોમાં કોઈ દંડાત્મક જોગવાઈ કરવામાં આવી નથી. નવી જોગવાઈમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે પોસ્ટ ઓફીસ મહાનિર્દેશકને પોસ્ટ ઓફીસના પ્રમુખ તરીકે પણ નિયુક્ત કરવામાં આવશે.

તેમની પાસે સેવાઓની કિંમત અને પોસ્ટ ટીકીટો પર નિયમો બનાવવાના અધિકાર રહેશે.

ક્યારે લાવવામાં આવ્યું આ બિલ

“ધ પોસ્ટ ઓફિસ બિલ, 2023” રાજ્યસભામાં 10.08.2023ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું અને 04.12.2023ના રોજ રાજ્યસભામાં પસાર થયું હતું. તે પછી 13.12.2023 અને 18.12.2023ના રોજ લોકસભા દ્વારા આ બિલ પર વિચાર કરવામાં આવ્યો અને પસાર કરવામાં આવ્યો.

24મી ડિસેમ્બર 2023ના રોજ “ધ પોસ્ટ ઓફિસ એક્ટ, 2023”ને ભારતના રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી અને કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા 24મી ડિસેમ્બર 2023ના રોજ ભારતના ગેઝેટ, અસાધારણ, ભાગ II, કલમ 1માં પ્રકાશિત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *