રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ ‘ડ્રાય ડે’તરીકે મનાવવામાં આવે છે પોરબંદર જીલ્લામાં પ્રોહીબિશનના સાત કેસ નોધાયા છે જેમાં બે મહિલાઓના કબ્જામાંથી ૨૪ કોથળી અને યુવાન પાસેથી બે કોથળી દારૂ મળ્યો હતો.
પોરબંદર સહિત રાજ્યમાં ૨ ઓક્ટોબરથી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે ગાંધીજીના જ પોરબંદર જીલ્લામાં ગાંધી જન્મજયંતિના સેિ બે મહિલાઓના કબ્જામાંથી દારૂની ૨૪ કોથળી કબ્જ થઇ છે.ઝુંડાળા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતી મંજુ ઉર્ફે મંગળા ઉર્ફે મુન્ની પ્રેમજી સોલંકીને તેના મકાનમાંથી રૂની છ કોથળી સાથે પકડી લેવાઈ હતી જ્યારે ધરમપુરના પાટિયા પાસે ચારણના દંગામાં રહેતી ધાનીબેન ગુણદેવ સુમાયતના ઝુપડામાંથી ૩૬૦ રૂપિયાની રૂની ૧૮ કોથળી મળી આવી હતી.ગોસા ગામે વિસાણા ફળિયામાં રહેતા અરજણ રાણા ઓડેદરાને ઘરૂની બે કોથળી સાથે ગામના ચોકમાંથી પકડી પાડ્યા બાદ પૂછપરછ કરવામાં આવતા આ ઘરૂ તેને કિશોરસિંહ જેઠવાએ પૂરો પાડ્યાની કબુલાત કરતા પોલીસે તેની સામે પણ ગુન્હો નોંધ્યો છે.
તે ઉપરાંત સીમર ગામે બસ સ્ટેશન પાસેથી પોલીસે એ જ ગામના લીલા કારા ઓડેદરા,કાટવાણાના માંડા રાણા કટારાને તેના ગામના બસ સ્ટેશન પાસેથી નવા કુંભારવાડા શેરી નં-૨૨ ના જયેશ લખમણ કેશવાલાને ચોટા ચેક પોસ્ટ ઉપરથી દારૂ પીધેલી હાલતમાં અને સુભાષનગરની ખોડિયાર મંદિરવાળી ગલીમાં રહેતા રવિ છગન કાણકિયાને હનુમાન ચોક વિસ્તારમાંથી પીધેલી હાલતમાં પકડી લીધો હતો.