આકાશમાંથી નેતાઓ હેલિકોપ્ટમાં ઉતરે છે પરંતુ સૌરાષ્ટ્રમાં બરાબર નથી જામ્યો ચૂંટણીનો માહોલ

સૌરાષ્ટ્ર એ ચૂંટણીમાં દરેક પાર્ટી માટે જીતનું કેન્દ્ર બિંદુ છે કેમ કે, અહીં પાર્ટી કરતા ઉમેદવાર અને જાતિગત સમીકરણો અને મતદારોનો મિજાજ મહત્વનો છે. ચૂંટણી ઉંબરે આવીને ઉભી છે નજીકના દિવસોમાં વોટીંગ પણ થશે. નેતાઓ હાઈટેક પ્રચાર માટે હેલિકોપ્ટરમાંથી ઉતરીને જાહેરસભા સ્થળો સુધી પહોંચી રહ્યા છે પરંતુ ચૂંટણીના માહોલની ગરમાવટ ભરી સ્થિતિ એટલે કે, માહોલ બરાબર નથી જામ્યો. જેના કારણે કેટલાક ઉમેદવારોની ચિંતા પણ વધી રહી છે.

પંચ દ્વારા ચૂંટણી જાહેર થયાને 23 દિવસથી વધુનો સમય થઈ ગયો છે. પરંતુ સૌરાષ્ટ્રની 48 વિધાનસભા બેઠકો પર ગ્રામ્ય વિસ્તારોને છોડીને ચૂંટણીની સ્થિતિ સ્થિર જોવા મળી રહી છે. ચૂંટણીના મેદાનમાં રાજકીય પક્ષોએ સ્ટાર પ્રચારકોનું લિસ્ટ બનાવીને ઝંઝાવાતી પ્રચાર શરુ કરી દીધો છે પરંતુ ચૂંટણી નિરસ લાગી રહી છે. નેતાઓની મોટી સભાઓમાં ક્યાંય ખૂરશીઓ ખાલીખમ જોવા મળી રહી છે તો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી મોટી સભાઓ કરવાનું ટાળી રહી છે. રોડ શો પર આપ પાર્ટી ફોકસ કરી રહી છે. જ્યારે રાહુલ ગાંધી ઈદના ચાંદની જેમ ગુજરાત માટે થઈ ગયા છે. 

શું આ કારણે સૌરાષ્ટ્રમાં નથી જામ્યો માહોલ

શું ચૂંટણીમાં કોને મત આપવો તે જનતાએ નક્કી કરી લીધું છે. શું તેના કારણે અન્ય પાર્ટીઓએ સભા, રેલી, રોડ શો કરવાનું ટાળી દીધું છે. એકસાથે અનેક બેઠકો- અગાઉ કેટલાક રાષ્ટ્રીય નેતાઓ બે-ત્રણ જિલ્લાઓ વચ્ચે સભાઓ કરતા હતા જેના કારણે સભાઓમાં લોકો જોવા મળતા હતા, પરંતુ આ વખતે ભાજપ કાર્પેટ કોમ્બિંગ કેમ્પેઈન ચલાવી રહી છે અને દરેક જગ્યાએ મોટા નેતાઓની સભાઓ થઈ રહી છે.  માટે લોકો મર્યાદિત ભેગા થઈ રહ્યા છે. રાજકીય વિશ્લેષકોના મતે સરકાર સામે સત્તા વિરોધી લહેર હોય ત્યારે પણ લોકો મૌન રહે છે અને મતદાન કરીને પોતાની નારાજગી વ્યક્ત કરે છે. ભાજપે જોરદાર પ્રચાર કર્યો છે. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પ્રચારથી દૂર છે. રાહુલ ગાંધીએ એક દિવસ આવીને બે ચૂંટણી પ્રચાર કર્યા. પરંતુ હવે તે ક્યારે આવશે તે નક્કી નથી. બીજી તરફ આમ આદમી પાર્ટી ચૂંટણીની જાહેરાત પહેલા જે રીતે ગેરન્ટી કાર્ડ આપતા વખતે સક્રિય હતી તે સક્રીયતા ચૂંટણી બાદ ગાયબ થઈ ગઈ છે અને તેની સભાઓ પણ મર્યાદિત થઈ ગઈ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *