ગેસ્ટહાઉસમાં ચાલતા ગોરખધધા પર પોલીસનો દરોડો, 4 યુવતીઓ હાજર મળી આવી

પાટણ પોલીસે ગેસ્ટહાઉસમાં ચાલતા કૂટણખાનાઓ પર તવાઈ બોલાવી છે, અને ગેસ્ટ હાઉસોમાં છાપેમારી કરી અને 10 પુરુષો અને 4 રૂપલલનાઓને ઝડપી પાડ્યા છે, સિદ્ધપુર શહેરમાં પોલીસે અલગ અલગ ગેસ્ટહાઉસના ઓથા હેઠળ ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. આશીર્વાદ અને અંબાજી ગેસ્ટ હાઉસમાંથી 10 પુરુષ અને ચાર મહિલાઓને પોલીસે પકડી પાડી હતી. બંને ગેસ્ટ હાઉસના સંચાલકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક ગેસ્ટ હાઉસમાં ગેસ્ટહાઉસના ઓથા હેઠળ અનૈતિક દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની માહિતીને આધારે પોલીસે સિધ્ધપુર શહેરમાં અલગ-અલગ સ્થળો પર આવેલા ત્રણ ગેસ્ટ હાઉસમાં દરોડા પાડ્યા હતા. જેમાં રેલવે સ્ટેશન પાસે આવેલા આશીર્વાદ ગેસ્ટ હાઉસમાંથી ત્રણ મહિલા અને છ પુરુષો મળી આવ્યા હતા. જ્યારે અંબાજી ગેસ્ટ હાઉસમાંથી ચાર પુરુષ અને એક મહિલા મળી આવી હતી. જ્યારે મહાલક્ષ્મી ગેસ્ટ હાઉસમાં તપાસ કરી હતી પરંતુ કોઈ મળી આવ્યું ન હતું. તો મળી આવેલ યુવતીઓ પરપ્રાંતિયછે, તેઓ સવારે અમદાવાદ અને મહેસાણાથી સિધ્ધપુર આવતી હતી અને સાંજે પરત જતી રહેતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *