PMO: ગુજરાતના લોકોને મોટી ભેટ આપશે પ્રધાનમંત્રી મોદી

આવતીકાલે ગુજરાતના લોકોને મોટી ભેટ આપશે પ્રધાનમંત્રી મોદી, PMOએ કર્યું એલાન

PMO : પીએમ મોદી આવતીકાલે એટલે કે 17 ઓક્ટોબરના સાંજના 4 વાગ્યે ગુજરાતના લોકોને નવા આયુષમાન કાર્ડની ભેટ આપશે.

  • PMO આવતીકાલે ગુજરાતના લોકોને આપશે  આયુષમાન કાર્ડની ભેટ 
  • 50 લાખ લોકોને રંગબેરંગી આષુયમાન કાર્ડ વિતરીત કરવામાં આવશે
  • મા યોજનાને પીએમ આયુષમાન યોજનામાં રુપાંતરિત કરાઈ છે 

લોકોને 5 લાખનો આરોગ્ય વીમો આપતી કેન્દ્ર સરકારની મોટી યોજના  PMJAY-MA યોજના આયુષમાન કાર્ડના ગુજરાતના લાભાર્થીઓને આવતીકાલે તેમના નવા કાર્ડ  મળી રહ્યાં છે. નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સાંજના 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકોને નવા આયુષમાન કાર્ડ સોંપશે. 

PMO : લાભાર્થીઓને 50 લાખ કાર્ડનું વિતરણ થશે 

પીએમ મોદીના કાર્યક્રમ બાદ  લાભાર્થીઓનું ઇ-કેવાયસી કર્યા પછી, રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળની સૂચિબદ્ધ એજન્સીઓ દ્વારા, ગુજરાતભરના તમામ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે છાપેલ 50 લાખ રંગીન આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવશે.

PMO : આયુષમાન કાર્ડ હેઠળ 5 લાખની તબીબી સહાય

આયુષમાન કાર્ડ હેઠળ હોસ્પિટલોમાં 5 લાખની આર્થિક સહાય મળે છે. લોકોએ આ કાર્ડ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નોંધણી કરાવતી પડતી હોય છે. પહેલા આ યોજના મા કાર્ડ તરીકે ચાલતી હતી પરંતુ પાછળથી તેને નેશનલ યોજનામાં ભેળવી દેવામાં આવી હતી. 

PMO : મુખ્યમંત્રી તરીકે મોદીએ 2012માં મા યોજના શરુ કરી હતી 

ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન તરીકે, વડા પ્રધાને 2012 માં “મુખ્યમંત્રી અમૃતમ (MA)” યોજના શરૂ કરી હતી જેથી ગરીબ નાગરિકોને તબીબી સારવાર અને બીમારીનો ઈમરજન્સી ખર્ચથી બચી શકે. MA” યોજના એવા પરિવારોને આવરી લેવા માટે વિસ્તૃત કરવામાં આવી હતી કે જેમની વાર્ષિક આવક મર્યાદા રૂ. 4 લાખ હોય ત્યાર બાદ આ યોજનાને અન્ય કેટલાક જૂથોમાં પણ વિસ્તારવામાં આવી હતી. આ યોજનાને મુખ્ય મંત્રી અમૃતમ વાત્સલ્ય (MAV) યોજના તરીકે ફરી લોન્ચ કરાઈ હતી. 

2018માં આયુષ્માન ભારત લોન્ચ કરાઈ હતી 

મા યોજનાને સારો પ્રતિસાદ મળતાં પ્રધાનમંત્રીએ 2018 માં આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) શરૂ કરી – જે 5 લાખનો આરોગ્ય વીમો આપતી  વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે. કુટુંબના કદ અને વય પર કોઈપણ મર્યાદા વિના પ્રાથમિક, માધ્યમિક અને તૃતીય સંભાળ હોસ્પિટલમાં દાખલ થવા માટે પ્રતિ વર્ષ કુટુંબ દીઠ 5 લાખ રુપિયાની સહાય મળે છે.

PMJAYYojanaAyushman #AayushmanBharatYojna #pmmodi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *