PM MODI / વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના 11 રાજ્યોમાં એક સાથે કુલ 9 ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનોને લીલી ઝંડી બતાવીને એમની સફર શરૂ કરાવી છે. શુભારંભ કાર્યક્રમ આજે બપોરે વર્ચ્યુઅલ માધ્યમથી સંપન્ન કરવામાં આવ્યો હતો.
PM MODI / વડા પ્રધાને આ પ્રસંગે એમના સંબોધનમાં કહ્યું કે, દેશના અલગ અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશનાં લોકોને અત્યાર સુધી 25 ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનોની સુવિધા મળતી હતી. હવે આજથી એમાં 9 વધુ ‘વંદે ભારત એક્સપ્રેસ’નો ઉમેરો થયો છે. એ દિવસ દૂર નથી જ્યારે ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનો દેશના દરેક ભાગને કનેક્ટ કરશે.
PM MODI / વડા પ્રધાને એમ પણ કહ્યું કે, ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનોની સેવાનો લાભ દેશભરમાં અત્યાર સુધીમાં એક કરોડ 11 લાખથી વધારે લોકો લીધો છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. આ ટ્રેનની લોકપ્રિયતા વધી રહી છે. આ ટ્રેન સ્વદેશી હાઈ-ટેક્નોલોજી વડે તૈયાર કરવામાં આવી છે. તેની સ્પીડ અને માળખાગત વિકાસ 140 કરોડ ભારતવાસીઓની અભિલાષાને પરિપૂર્ણ કરે છે. આજથી રાજસ્થાન, તામિલનાડુ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કેરળ, ઝારખંડ અને ગુજરાતનાં લોકો ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન સેવા સુવિધા મેળવતા થઈ ગયા છે. આ ટ્રેન દેશની નવી ઊર્જા દર્શાવે છે.