PM MODI : 27 જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, સૌરાષ્ટ્રને આપશે મોટી ભેટ

PM MODI : 95 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે

• અંદાજે 98 હજાર લોકોને નર્મદાનું પાણી પીવા મળશે

• સૌની યોજનાનું 95 ટકા કામ પૂર્ણ

• અત્યારસુધી 115 જળાશયોમાંથી 95 જળાશયો આ યોજના સાથે જોડાયા

• અત્યારસુધી લગભગ 80 લાખની વસ્તીને મળી રહ્યું છે નર્મદાનું પાણી

PM MODI : On July 27 Prime Minister Narendra Modi will come to Gujarat, give a big gift to Saurashtra

PM MODI : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે છે. પોતાની આ ગુજરાત યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી અનેક વિકાસકાર્યોની ભેટ આપશે. આ સાથે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજના સંબંધિત એક મોટી ભેટ આપવા જઇ રહ્યા છે.

PM MODI : ગુજરાત સરકારે સૌની એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના હેઠળ લિંક-3 પેકેજ 8 અને પેકેજ-9નું નિર્માણકાર્ય પૂર્ણ કરી લીધું છે, અને 27 જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જ પ્રોજેક્ટને સૌરાષ્ટ્રની જનતાને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ હેઠળ 95 ગામોની 52,398 એકર જમીનમાં સિંચાઈનો લાભ મળવાનો છે અને 98 હજારથી નર્મદાનું પાણી મળશે. રૂપિયા 265 કરોડના ખર્ચે ભાદર-1 અને વેરી ડેમ સુધી 32.56 કિમી લંબાઈના 2500 મિમી વ્યાસવાળી એમ.એસ. પાઇપલાઇનની ફિડર એક્સટેન્શન લાઇન નાખવામાં આવી છે. તેનાથી 57 ગામોના 75,000થી વધુ લોકોને પીવાના પાણી માટે અને 42,380 એકરથી વધુ જમીનને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળવા લાગશે.આ જ રીતે, લિંક 3ના પેકેજ 9ની વાત કરીએ તો રૂ.129 કરોડના ખર્ચે આજી-1 ડેમ અને ફોફળ-1 ડેમ સુધી 36.50 કિમી લંબાઈની 2500 મિમી વ્યાસવાળી એમ.એસ. પાઇપલાઇનની ફિડર એક્સટેન્શન લાઇન નાંખવામાં આવી છે. તેનાથી 38 ગામોના 23,000થી વધુ લોકોને પીવાના પાણી માટે અને 10,018 એકરથી વધુ જમીનને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળવા લાગશે.

PM MODI : સૌની યોજનાના મહત્વ વિશે જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, કે સૌની યોજના પ્રધાનમંત્રીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ પ્રોજેક્ટની પરિકલ્પના કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે છેલ્લા 7 વર્ષોમાં 1203 કિલોમીટર પાઇપલાઇન આ પ્રોજેક્ટ અંતર્ગત નાખવામાં આવી છે. 95 જળાશય, 146 ગામના તળાવો અને 927 ચેકડેમમાં કુલ 71,206 મિલિયન ક્યુબિક ફીટ પાણી ઉપલબ્ધ કરાયું છે. જેનાથી લગભગ 6.50 લાખ એકર વિસ્તારમાં સિંચાઇની સુવિધા વધી છે અને લગભગ 80 લાખની વસ્તીને પીવા માટે મા નર્મદાના પાણી મળવા લાગ્યા છે.

PM MODI : આપને જણાવી દઈએ કે આ પ્રોજેક્ટ હેઠળ, નર્મદા નદીમાં આવતા વધારાના 1 મિલિયન એકર ફીટ (43,500 મિલિયન ક્યુબિક ફીટ) પાણીને સૌરાષ્ટ્રના 11 દુકાળગ્રસ્ત જિલ્લાઓના 115 જળાશયોમાં ભરવામાં આવે છે. હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થવા પર 970થી વધુ ગામોના 8,24,872 એકર વિસ્તારને સિંચાઈ માટે અને 82 લાખ લોકોને પીવાના પાણી માટે નર્મદા નદીના પાણીની સુવિધા મળશે. રૂપિયા 18,563 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા સૌની યોજનાનું 95 ટકા કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે, અને બાકીનું કાર્ય પણ ઝડપી ગતિએ પૂર્ણ થઈ જશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની ભૌગોલિક સંરચના એવી છે કે અહીંયા ભૂગર્ભજળનું સ્તર પણ ઘણું ઓછું છે અને જળાશયોની સંગ્રહ કરવાની ક્ષમતા પણ ઓછી હોવાના કારણે વરસાદનું પાણી પણ વધુ માત્રામાં સંગ્રહ કરી શકાતું નથી. વધુમાં, મોટાભાગે વરસાદ પણ ઓછો પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ સ્વરૂપે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સૌની પ્રોજેક્ટની પરિકલ્પના કરી હતી અને આજે તે સૌરાષ્ટ્રના લોકો માટે જીવાદોરી સમાન પ્રોજેક્ટ સાબિત થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *