PM MODI : ઈજિપ્તના સૌથી મોટા એવોર્ડથી સન્માનિત

PM MODI : ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસીએ પ્રધાનમંત્રી મોદીએ રાજધાની કૈરોમાં દેશના સૌથી મોટા રાજકીય પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

PM MODI પીએમ મોદી હાલમાં ઈજિપ્તની બે દિવસની મુલાકાતે છે. ઈજિપ્તના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને સૌથી મોટો પુરસ્કારથી સન્માન કર્યું છે. રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસીએ પીએમ મોદીને ઓર્ડર ઓફ ધ નિલે એવોર્ડથી સન્માનિત કર્યાં હતા. ઓર્ડર ઓફ ધ નિલે એવોર્ડ ઈજિપ્તનો સૌથી મોટા રાજકીય સન્માનનો પુરસ્કાર છે.

PM MODI પીએમ મોદી અને રાષ્ટ્રપતિ સીસી વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા, ઘણા કરાર પર હસ્તાંક્ષર
રાજધાની કૈરોમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસી વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા પણ થઈ હતી ત્યાર બાદ બન્ને દેશો વચ્ચે મહત્વના કરાર પણ થયા હતા.

હેલિયોપોલિસ યુદ્ધ કબ્રસ્તાનની મુલાકાત લીધી

PM MODI : પીએમ મોદીએ રવિવારે ઇજિપ્તની રાજધાની કૈરોમાં હેલિયોપોલિસ યુદ્ધ કબ્રસ્તાનની મુલાકાત લીધી હતી અને પ્રથમ વિશ્વ યુદ્ધમાં સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ અલ-હકીમ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી.

ઇજિપ્તની બે દિવસીય યાત્રા પર કૈરો પહોંચ્યા પીએમ મોદી

PM MODI : વડાપ્રધાન મોદી શનિવારે બે દિવસના પ્રવાસ પર ઈજિપ્ત પહોંચ્યા હતા. ઇજિપ્તના વડા પ્રધાન મુસ્તફા મડબુલીએ કૈરો એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. 1997 પછી કોઈ ભારતીય વડા પ્રધાન દ્વારા ઇજિપ્તની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે.

9 વર્ષમાં 8 દેશોએ આપ્યા એવોર્ડ

PM MODI : પ્રધાનમંત્રી મોદીને 9 વર્ષના કાર્યકાળમાં કુલ 8 દેશોએ પોતપોતાના દેશનો સૌથી મોટા એવોર્ડથી સન્માનિત કર્યાં હતા જેની આખી યાદી બહાર આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *