PM મોદીએ મહાત્મા મંદિર ખાતેથી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ-ખાતમુહૂર્ત

PM મોદીએ મહાત્મા મંદિર ખાતેથી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદીએ મહાત્મા મંદિર ખાતેથી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ-ખાતમુહૂર્ત

PM મોદીએ મહાત્મા મંદિર ખાતેથી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ-ખાતમુહૂર્ત

PM મોદી ગાંધીનગરમાં રોડ શો યોજી મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ વિભાગ, માર્ગ અને મકાન, જળ સંસાધન, આરોગ્ય અને મહેસૂલ વિભાગ હેઠળના કાર્યક્રમમાં સહભાગી થયા છે.

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં PM વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. જ્યામ તેમનું ઝાઝરમાન સ્વાગત કરવામાં આવ્યું છે. જેઓ ગાંધીનગરમાં રોડ શો યોજી મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ વિભાગ, માર્ગ અને મકાન, જળ સંસાધન, આરોગ્ય અને મહેસૂલ વિભાગ હેઠળના કાર્યક્રમમાં સહભાગી થયા છે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

PM વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ વિભાગ, માર્ગ અને મકાન, જળ સંસાધન, આરોગ્ય અને મહેસૂલ વિભાગ માટે ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ ₹1,447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન ₹1,347 કરોડના શહેરી વિકાસના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં અમદાવાદ ખાતે ₹1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. વડાપ્રધાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ કર્યું.

 https://www.youtube.com/live/BquGABNzPMM?si=4vTWniKqkU-QePPn

મ્યુનિસિપલ કોર્પોરેશનને ચેકનું વિતરણ કરાયા

મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં PM વડાપ્રધાનએ રોડ અને બિલ્ડિંગ વિભાગ હેઠળ 170 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તો જળ સંસાધન વિભાગ હેઠળ ₹1860 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. વડાપ્રધાન ગાંધીનગર ખાતે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કર્યુ છે. તો અમદાવાદમાં ₹588 કરોડના ખર્ચે ઓપીડી સાથે 1800 બેડ ધરાવતા IPD જેમાં ચેપી રોગ માટે 500 બેડની સુવિધાનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું તેઓ ખાતમુહૂર્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 17 મ્યુનિસિપલ કોર્પોરેશનને ₹2731 કરોડ અને 149 મ્યુનિસિપાલિટીને ₹569 કરોડના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષ 2005 એ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ એક મુખ્ય પહેલ હતી. જેનો ઉદ્દેશ્ય આયોજિત માળખાગત સુવિધાઓ, બહેતર શાસન અને શહેરી રહેવાસીઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરીને ગુજરાતના શહેરી લેન્ડસ્કેપને પરિવર્તન લાવવાનો હતો. શહેરી વિકાસ વર્ષ 2005ના 20 વર્ષ પૂર્ણ થતાં, પ્રધાનમંત્રી ગાંધીનગરમાં શહેરી વિકાસ વર્ષ 2025, ગુજરાતની શહેરી વિકાસ યોજના અને રાજ્ય સ્વચ્છ હવા કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે. તેઓ શહેરી વિકાસ, આરોગ્ય અને પાણી પુરવઠા સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. તેઓ પીએમએવાય હેઠળ 22000થી વધુ રહેણાંક એકમો પણ સમર્પિત કરશે. તેઓ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગુજરાતની શહેરી સ્થાનિક સંસ્થાઓને રૂ 3300 કરોડનું ભંડોળ પણ જાહેર કર્યું છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *