PM મોદીએ લીલીઝંડી બતાવીને દાંડીયાત્રાનો પ્રારંભ કરાવ્યો, 81 પદયાત્રી થયા સામેલ

અમદાવાદ : આઝાદીના અમૃત મહોત્સવનો દેશભરમાં પ્રારંભ થઈ ચુક્યો છે. અમદાવાદથી વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો છે અને આ સાથે-સાથે સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણીનો પ્રારંભ થયો છે. અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી વડાપ્રધાન નરેદ્ર મોદીએ દાંડી પદયાત્રાને લીલીઝંડી બતાવી છે. આ પદયાત્રા સાબરમતી આશ્રમથી દાંડી સુધી જશે.

વડાપ્રધાન નરેન્દ્ર  મોદી આજે આઝાદીના અમૃત મહોત્સનો પ્રારંભ માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા. આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ તેઓ સાબરમતિ આશ્રમ ગયા હતા જ્યાં તેમણે મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્પાંજલી અર્પણ કરી ત્યાર બાદ અભયઘાટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી અને તેમણે  પોતાનું સંબોધન કર્યું હતું. સંબોધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાંડી પદયાત્રાને ફ્લેગઓફ કર્યું.

કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ઉત્તર થી દક્ષિણ સુધીના દેશના તમામ સ્વાધિનતા સેનાનીઓને યાદ કર્યાં. તેમણે કહ્યું, આજે આઝાદીના અસંખ્ય બલિદાનોની ઉર્જા સમગ્ર ભારતમાં એક સાથે પુનર્જાગૃત થઈ રહી છે. દેશના સ્વાધિનતા સંગ્રામમાં પોતાની બલિદાન કરનારી વિભૂતિઓને નમન.

તેમણે કહ્યું, આઝાદીના અમૃતમહોત્સવ દેશવાસીના સુચનોથી ઘણાં આઈડિયા મળશે, દેશનો દરેક નાગરિક આ ઉત્સવનો ભાગ બને, આ મહોત્સવ 75 અઠવાડિયા સુધી ચાલશે. આઝાદીના અમૃતમહોત્સવ દેશવાસીના સુચનોથી ઘણાં આઈડિયા મળશે, દેશનો દરેક નાગરિક આ ઉત્સવનો ભાગ બને તેમ વડાપ્રધાને આગ્રહ કર્યો.

મીઠાના સત્યાગ્રને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે ત્યાં મીઠાને તેની કિંમતથી નથી આંકવામાં આવ્યું, મીઠાનો અર્થ છે વફાદારી, આજે પણ આપણે કહીએ છીએ કે દેશનું નમક ખાધું છેે. કોરોના વેક્સિનને લઈને તેમણે જણાવ્યું કે, દુનિયા આજે ભારતની આત્મનિર્ભરતાનો લાભ ઉઠાવી રહી છે. આપણે દુનિયાના દેશોને વેક્સિન આપી રહ્યાં છીએ, દુનિયાના દેશો ભારતનો આભાર માને છે, આ આપણા ભવ્ય ભવિષ્યની આભા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલ સંદેશ અક્ષરસઃ નીચે મુજબ છે… સાબરમતી આશ્રમમાં આવીને પૂજ્ય બાપુની પ્રેરણાથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ વધુ મજબૂત થાય છે. અહીંનું પવિત્ર વાતાવરણ, અહીંયાની સ્મૃતિઓ સાથે જ્યારે આપણે એકાકાર થઈ છે ત્યારે સ્વભાવિકપણે તપ અને ત્યાગની ભાવના વધી જાય છે. સાબરમતી આશ્રમથી ગાંધીજીએ આત્મનિર્ભરતા અને આત્મસમ્માનનો પણ સંદેશ આપ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભ માટે, પ્રેરણા માટે, આ પુણ્ય સ્થળ પર પુનઃ આવીને હું ધન્યતા અનુભવું છું. આઝાદીના અમૃત મહોત્સવ, ભારતના સ્વતંત્રતા સંગ્રામને કૃતજ્ઞ દેશવાસીઓ દ્વારા અપાયેલ કાર્યાજંલિ છે. આ મહોત્સવ દરમિયાન દેશ પોતાની સ્વતંત્રતાના આંદોલનને દરેક પડાવ પર અને દરેક ક્ષણે તેને યાદ કરશે જ, ભવિષ્ય નિર્માણ માટે નવી ઊર્જાની સાથે આગળ પણ વધશે. મને વિશ્વાસ છે કે પૂજ્ય બાપુના આશીર્વાદથી, આપણે ભારતવાસી આપણા કર્તવ્યોનું પાલન કરતાં અમૃત મહોત્સવના ઉદેશ્યોને અવશ્ય સિદ્ધ કરીશું.

નરેન્દ્ર મોદી

12-3-21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *