આવતી કાલે PM સહીત ભાજપના કેન્દ્રીય નેતાઓનો 93 બેઠકો પર પ્રચાર થશે શરુ

વડાપ્રધાન મોદીનો ગઈકાલે ગુજરાત પ્રવાસ પ્રચારને લઈને પૂર્ણ થયો છે. તેઓ 19મીથી 21 નવેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે હતા ત્યારે ફરી એકવાર આવતી કાલથી તેમનો ગુજરાતમાં પ્રવાસ યોજવામાં આવી રહ્યો છે. તેમની સાથે અન્ય ભાજપના કેન્દ્રીય નેતાઓ અને મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીઓના પ્રવાસો યોજવામાં આવી રહ્યા છે. બીજા તબક્કાની બેઠકો માટે આવતી કાલથી પ્રચાર અભિયાન તેજ બનશે.

 પીએમ આવતીકાલથી તેઓ ફરી બે દિવસ માટે ગુજરાત આવશે 

પીએમ આવતીકાલથી તેઓ ફરી બે દિવસ માટે ગુજરાત આવશે. 23 નવેમ્બરે તેઓ મહેસાણા, દાહોદ, વડોદરામાં રેલી કરશે જ્યારે 24 નવેમ્બરે તેઓ પાલનપુર, દહેગામ, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં સભા કરશે. હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુર, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ ત્રણ-ત્રણ જાહેર સભાઓ કરશે. કેન્દ્રીય મંત્રીઓમાં ગજેન્દ્ર સિંહ શેખાવત, અજય ભટ્ટ, કૈલાસ ચૌધરી પણ પ્રચાર સભાઓને સંબોધશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે 4 રેલીઓને સંબોધશે.



પૂર્વ અમદાવાદમાં પ્રથમ વખત PMનો રોડ શો
નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા. ઉચ્ચસ્તરીય સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે અમદાવાદના પૂર્વ વિસ્તારના સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર પીએમ વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત પૂર્વ અમદાવાદમાં રોડ શો કરવાના છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 27-28ના રોજ અમદાવાદમાં રોડ શો યોજે તેવી શક્યતા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *