જીએસટી માં હજુ ઘટાડો શક્ય : PM મોદી

જીએસટી માં હજુ ઘટાડો શક્ય : PM મોદી

👉 “ જીએસટીમાં હજુ ઘટાડો શક્ય” – PM મોદીગ્રેટર નોઈડામાં ટ્રેડ શો દરમિયાન આપ્યો મોટો સંકેત.

📉 2014માં ₹25,000 વેરો, આજે માત્ર ₹5-6 હજાર!પીએમ મોદીએ કહ્યું – આગળ પણ જી.એસ.ટી. ઘટશે.

📰 વિકાસ તરફ ભારતનું એક પગલું વધુ…
જી.એસ.ટી.માં ઘટાડો અને આત્મનિર્ભર ભારત પર PM મોદીની અપીલ.

જીએસટી માં ઘટાડો અને આત્મનિર્ભર ભારત પર PM મોદીની અપીલ. નોઈડા: નવરાત્રિના પ્રથમ દિવસે જીએસટીમાં ઘટાડાની ભેટ આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વધુ એક શુભ સમાચાર આપ્યા. તેમણે સંકેત આપ્યો કે આવનારા સમયમાં જીએસટીના દરોમાં હજુ ઘટાડો થઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોનો પ્રારંભ કરાવતાં PM મોદીએ જણાવ્યું કે, “અર્થવ્યવસ્થા જેટલી મજબૂત બનશે, વેરાના દરો એટલા ઓછા થવા લાગશે.” 2014માં એક લાખની ખરીદી પર આશરે 25 હજાર રૂપિયા વેરો લાગતો હતો, જ્યારે આજે તે માત્ર 5-6 હજાર રહે છે.

PM વડાપ્રધાને ઉદ્યોગ સાહસિકોને આત્મનિર્ભર ભારતના હિતધારક ગણાવ્યા અને પોતાના બિઝનેસ મોડલને મજબૂત બનાવી દેશના વિકાસમાં યોગદાન આપવાની અપીલ કરી. તેમણે ઉમેર્યું કે 2047 સુધી “વિકસિત ભારત” બનવાનું લક્ષ્ય સરકારએ નક્કી કર્યું છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *