PM મોદીએ મહારાષ્ટ્રમાં મહિલાઓને દર મહિને મળતી 3000ની સહાયની યોગ્ય ગણાવી તો ગુજરાતની મહિલાઓને દર મહિને 3000 કેમ નથી આપતા?: AAP ઈસુદાન ગઢવી
PM મોદીએ મહારાષ્ટ્રમાં મહિલાઓને દર મહિને મળતી 3000ની સહાયની યોગ્ય ગણાવી તો ગુજરાતની મહિલાઓને દર મહિને 3000 કેમ નથી આપતા?: AAP ઈસુદાન ગઢવી
બીજા રાજ્યોમાં જ્યાં ભાજપને હાર મળે છે ત્યાં ભાજપ BJP મહિલાઓને દર મહિને ₹3,000 આપે છે: ઈસુદાન ગઢવી
ગુજરાતની મહિલાઓ 30 વર્ષથી ભાજપને વોટ આપે છે તો ગુજરાતની મહિલાઓને સાથે અન્યાય કેમ?: ઈસુદાન ગઢવી AAP
ગુજરાતની મહિલાઓને મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની જેમ ક્યારે દર મહિને 3000 રૂપિયા મળશે?: ઈસુદાન ગઢવી
રાજસ્થાનમાં 450 માં ગેસ સિલિન્ડર મળે છે તો ગુજરાતમાં ક્યારે મળશે?: ઈસુદાન ગઢવી
ભાજપે એક નવી યુતી અપનાવી છે કે દરેક ઘરે એક ભાજપનો સભ્ય બનાવી દો, જેથી કરીને એ પરિવારના કોઈ પણ લોકો ભાજપની નીતિઓનો વિરોધ ના કરે: ઈસુદાન ગઢવી
ઘરમાં ભાજપનો કોઈ સભ્ય હશે, શું એ કારણે તમે આ દર મહિનાના 3000 રૂપિયા માંગતા નથી?: ઈસુદાન ગઢવી
ગુજરાતની તમામ બહેનોને વિનંતી કરીશ કે સોશિયલ મીડિયાના માધ્યમથી facebook અને instagram પર લાઇવ આવીને લાડલી યોજના અંતર્ગત દર મહિને ₹3,000ની માંગ કરે: ઈસુદાન ગઢવી
જે ભાઈઓ સાચા, ઈમાનદાર અને જાગૃત છે તેઓ પણ પોતાના પરિવારને આ મુદ્દે જાગૃત કરે: AAP ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની એક સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રની ભાજપ BJP સરકાર દ્વારા મહિલાઓને દર મહિને 1200 થી 3000 રૂપિયા આપવામાં આવે છે તેને મહિલા ઉત્થાન માટે યોગ્ય ગણાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત ભૂલી ગયા કે ગુજરાતના ત્રણેય પાડોશી રાજ્ય, રાજસ્થાનમાં મહિલાઓને ગેરંટી આપી કે 450માં ગેસ સિલિન્ડર આપવામાં આવશે, અને સસ્તામાં ગેસ સિલિન્ડર આપ્યા પણ ખરા. મધ્યપ્રદેશમાં નરેન્દ્ર મોદીએ લાડલી યોજના અંતર્ગત મહિલાઓને દર મહિને 1200-3000 આપવાની ગેરંટી આપી. આ રીતે ગુજરાતના ત્રણેય પાડોશી રાજ્યોની મહિલાઓના ઉત્થાન માટે નરેન્દ્ર મોદી આ યોજનાઓ લાવ્યા પરંતુ ગુજરાતમાં આવી લાડલી યોજના કેમ લાવ્યા નહીં? ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય કેમ?
ગુજરાતની તમામ બહેનોને વિનંતી કરીશ કે સોશિયલ મીડિયાના માધ્યમથી facebook અને instagram પર લાઇવ આવીને લાડલી યોજના અંતર્ગત દર મહિને ₹3,000ની માંગ કરે: ઈસુદાન ગઢવી
ગુજરાતની મહિલાઓએ 13 વર્ષ સુધી તમને મુખ્યમંત્રી બનાવ્યા, છેલ્લા દસ વર્ષથી તમે પ્રધાનમંત્રી છો, ગુજરાતના ત્રણેય પાડોશી રાજ્યોમાં વારંવાર ભાજપને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડતો હતો માટે ત્યાંની મહિલાઓ માટે તમે લાડલી યોજના લાવ્યા પરંતુ ગુજરાતની મહિલાઓ છેલ્લા 30 વર્ષથી તમને વોટ આપી રહી છે પરંતુ તમે ગુજરાતની મહિલાઓને શું આપ્યું? ગુજરાતની મહિલાઓને પણ દર મહિને 3000 રૂપિયા મળે એ મુદ્દા પર કેમ તમારું કોઈ નિવેદન આવતું નથી? હું ગુજરાતની 2 કરોડ 32 લાખ મહિલાઓને પૂછવા માગું છું કે તમારો ભાઈ, કાકો કે મામો કોઈ ભાજપનો સભ્ય છે, શું એ કારણે તમે આ દર મહિનાના 3000 રૂપિયા માંગતા નથી?
ભાજપે એક નવી યુતી અપનાવી છે કે દરેક ઘરે એક ભાજપનો સભ્ય બનાવી દો, જેથી કરીને એ પરિવારના કોઈ પણ લોકો ભાજપની નીતિઓનો વિરોધ ના કરે. ગુજરાતની મોટાભાગે મહિલાઓને આ વિશે માહિતી નથી કે બીજા રાજ્યની મહિલાઓને ભાજપ દર મહિને ₹3,000 આપે છે. અને જે પરિવારમાં ભાજપના સભ્યો છે તે લોકો ભાજપને આવી યોજનાઓને પોતાની પરિવારની મહિલાઓથી છુપાવીને રાખે છે. હું ભાજપના લોકોને કહેવા માગું છું કે જો તમારા ઘરમાં બહેનને માતાને દર મહિને 3000 રૂપિયા મળશે તો તેઓ પોતાનું ઘર ચલાવશે, કરિયાણું ખરીદશે, ગેસ સિલિન્ડર ખરીદશે, બાળકોને પોષણયુક્ત ખોરાક ખવડાવશે, પોતાના બાળકોને ભણાવશે. માટે હું ગુજરાતની તમામ બહેનોને વિનંતી કરીશ કે સોશિયલ મીડિયાના માધ્યમથી facebook અને instagram પર લાઇવ આવીને દર મહિને ₹3,000ની માંગ કરે, 1 મહિલા 10 મહિલાઓને આ મુદ્દા પર જાગૃત કરે. સાથે સાથે જે ભાઈઓ ઈમાનદાર અને જાગૃત છે તેઓ પણ પોતાના પરિવારને આ મુદ્દે જાગૃત કરે.