PM વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. બેટ દ્વારકા ખાતે તેમણે સુદર્શન બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ પંચકૂઈ બીચ પહોંચ્યા હતા. જ્યાં સંગમ ઘાટ પાસે વડાપ્રધાને સ્કૂબા ડાયવિંગ કર્યું હતું.
PM વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓખા-બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે બાદ વડાપ્રધાને દ્વારકામાં સ્કૂબા ડાયવિંગ કર્યું હતું. વડાપ્રધાન દ્વારા પંચકૂઈ બીચ પર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સંગમ ઘાટ પાસે સ્કૂબા ડાયવિંગ કર્યું હતું. દ્વારકાનાં દરિયામાં જૂની દ્રારકા નગરીનાં અવશેષો છે. દ્વારકામાં વડાપ્રધાન મોદીની સ્કૂબા ડાયવિંગને લઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
PM વડાપ્રધાને સ્નોર્કલિંગનો અનુભવ કર્યો હતો
વડાપ્રધાન 4 જાન્યુઆરીનાં રોજ લક્ષદ્રીપની મુલાકાતે હતા. તે દરમ્યામ તેમણે સોશિયલ મીડિયા પર તેમની ઘણી તસ્વીરો શેર કરી હતી. વડાપ્રધાને સ્નોર્કલિંગનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને કહ્યું હતું કે, એડવેન્ચર કરવા માંગે છે, તેમની યાદીમાં લક્ષદ્રીપ હોવું જોઈએ. મેં સ્નોર્કલિંગનો પ્રયત્ન કર્યો આનંદદાયક અનુભવ હતો.
PM વડાપ્રધાન લક્ષદ્રીપની સુંદરતાનાં વખાણ કર્યા હતા
વડાપ્રદાને લક્ષદ્રીપ મુલાકાત દરમ્યાન અનેક તસવીરો શેર કરી હતી. જેમાં તેઓ બીચ પર ખુરશી પર બેઠા છે. તેમજ તેઓ લક્ષદ્રીપની કુદરતી સુંદરતાનાં વખાણ પણ કર્યા હતા.