Paytm:તમે પેટીએમ એપનો ઉપયોગ કરો છો, તો તમારે પેટીએમ ID બદલવું પડશે, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. Paytmની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશનને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI દ્વારા નવી બેંકમાં યુપીઆઇડી બદલવાની સૂચના આપવામાં આવી છે. જો તમે સરળ શબ્દોમાં સમજીએ તો તમે Paytm એપનો ઉપયોગ કરો છો તો તમારે પેટીએમઆઇડી બદલવું પડશે.
શિફ્ટ કરવું પડશે ખાતુ
NPCI એ મંજૂરી આપી છે કે પેટીએમ ની UPI સેવાઓ ચાલુ રહેશે, પરંતુ તેની આઇડીને પાર્ટનર બેંકમાં શિફ્ટ કરવી પડશે. તમને જણાવી દઇએ કે Paytm પેમેન્ટ બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. એનપીસીઆઇએ 14 માર્ચ 2024 ના રોજ પેટીએમને થર્ડ-પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર તરીકે મંજૂરી આપી છે. આ પછી Paytm યુઝર્સે પેટીએમ પેમેન્ટ બેંક એકાઉન્ટ ચાર બેંકો જેમ કે એક્સિસ બેંક, એચડીએફસી બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBI અને યસ બેંકમાં શિફ્ટ કરવું પડશે.
પેટીએમ યુઝર્સ પર શું અસર થશે?
પેટીએમ યુઝર્સે યુપીઆઇ પેમેન્ટ માટે @paytm સાથે તેમના હાલના UPI આઇડીમાંથી ચાર નવા આઇડીમાંથી એક પસંદ કરવાનું રહેશે. પેટીએમ વપરાશકર્તાઓએ @Paytm થી @ptsbi, @pthdfc, @ptaxis અને @ptyes પર શિફ્ટ થવું પડશે.
વપરાશકર્તાઓએ શું કરવાનું છે?
પેટીએમ ધારકને લાઈનમાં ઉભા રહીને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. જો રિપોર્ટ્સનું માનીએ તો Paytm થી બીજી બેંકમાં આઇડી ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ઓટોમેટિક હશે. મતલબ કે, યુઝર્સને પેટીએમ આઈડી કઈ બેંકમાં ટ્રાન્સફર કરવી તે વિકલ્પ આપવામાં આવશે, જેને પસંદ કરવાનું રહેશે.