પાટણ સરસ્વતી નદી ના બ્રિજ પાસે માતરવાડી નજીક થી એલસીબીની ટીમે નંબર પ્લેટ વગર અને ચેચીસ નંબર ચેકી નાખેલા 2 બાઈક સાથે બે શખ્સો ને પકડ્યા હતા. કાંકરેજ તાલુકા ના ફતેગઢ ગામ ના જીગર રેવા ભાઇ દેસાઈ ને પાટણ એલસીબી ની ટીમે બાતમી આધારે સરસ્વતી નદીના બ્રિજ પાસે માતરવાડી નજીક થી નંબર પ્લેટ વગર ના અને ચેચીસ નંબર ચેકી નાખેલા કાળા કલર ના સ્પ્લેન્ડર બાઈક સાથે પકડી લીધો હતો. આ બાઈક તેણે છળકપટ કે ચોરી થી મેળવ્યું હોવાનું જણાતા પોલીસે તેની સામે કાયદેસર ની કાર્યવાહી કરી બી ડિવિઝન પોલીસને સોપ્યો હતો.
જ્યારે કાંકરેજ તાલુકા ના કંબોઈ ગામના મંગાજી નાથુભા સોલંકીને પણ એલસીબીની ટીમે નંબર પ્લેટ વગરના અને ચેચીસ નંબર ચેકી નાખેલા લાલ કલરના બજાજ પલ્સર બાઈક સાથે પસાર થતા સરસ્વતી બ્રિજ પાસેથી બાતમી આધારે પકડી લીધો હતો.તેણે આ બાઈક છળકપટ કે ચોરીથી મેળવ્યુ હોવાનું જણાતા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી અને બીડિવિઝન પોલીસને સોપ્યો હતો.તેવું એલ.સી.બી પોલીસે જણાવ્યું હતું.