શાસ્ત્રીય સંગીતને નવી ઊંચાઈ આપનાર પંડિત ઓમકારનાથ ઠાકુરનો આજે જન્મદિવસ ….

હિદુસ્તાની શાસ્ત્રીય સંગીતને શાસ્ત્રીય સંગીતને નવી ઊંચાઈ આપનાર પંડિત ઓમકારનાથ ઠાકુરનો આજે જન્મદિવસ છે . 24 જૂન 1897 ના રોજ વડોદરા રાજ્યના ભાદરણ પાસેના જહાજ ગમે તેમનો જન્મ થયો હતો.તેમના દાદા 1857 ના સંગ્રામમાં નાનાસાહેબ પેશ્વાના સૈન્યમાં હતા અને પિતા વડોદરાનાં મહારાણી જમનાબાઈના બહાદુર સૈનિકો હતા.એક સંગીતકાર તરીકે ઓમકારનાથનું ઘડતર પંડિત વિષ્ણુ દિગમ્બર પાલુસ્કારે કર્યું હતું . પંડિત દિગમ્બરે 1916 માં લાહોરમાં સ્થાપેલ ગાંધર્વ મહાવિદ્યાલયમાં આચાર્ય તરીકે નીમ્યા . પંડિતજીની ઉંમર માત્ર 20 વર્ષ હતી,પંડિત ઓમકારનાથ રોજ 18 કલાકે સંગીતસાધના કરતા.તેમણે અનેક યુરોપીય દેશોનો પ્રવાસ કરી હિન્દુસ્તાની સંગીતની ખુબુ પ્રસરાવી હતી.પંડિતજી ગુજરાતી ઉપરાંત હિન્દી,મરાઠી,સંસ્કૃત,ઉર્દુ, બંગાળી,પંજાબી,નેપાળી અને અંગ્રેજી ભાષાઓથી પરિચિત હતા.જોગી મત જા , મૈ નહિ માખણ ખાયો,એક બન જોગી, વંદે માતરમ્ વગેરે તેમના પ્રસિદ્ધ ગીતો છે.ડૉ.પ્રેમલતા શર્મા, યશવંતરાય પુરોહિત,સુભદ્રા કુલશ્રેષ્ઠ,પીરોજ દસ્તૂર વગેરેએ તેમનો સંગીત વારસો ટકાવી રાખ્યો હતો.મુંબઈમાં સંગીત નિકેતન સંસ્થાના સ્થાપક, બનારસ હિંદુ યુનિ.ના ડીન , 1920-22ના અસહકાર આંદોલનના ભરૂચના સ્વતંત્રતા સૈનિક વગેરે તેમના જીવનના પાસાઓ હતાં.બનારસ હિંદુ યુનિ અને રવીન્દ્ર ભારતી યુનિ:એ તેમને માનદ વિદ્યાવાચસ્પતિની ઉપાધિ એનાયત કરી હતી. 1955 માં તેમને પદ્મશ્રી અને 1965 માં સંગીત નાટક અકાદમી એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યા હતા, રામચરિતમાનસમાં વિશ્વાસ ધરાવનાર ઓમકારનાથજીએ પોતાની ગાયકીથી ગાંધીજીને પણ પ્રભાવિત કર્યા હતા આવા મહાન સંગીતકારનું લકવાના હુમલા પછી ૨૯ ડિસેમ્બર 1967 ના રોજ 70 વર્ષની ઉંમરે ભરૂચમાં અવસાન થયું હતું..

One thought on “શાસ્ત્રીય સંગીતને નવી ઊંચાઈ આપનાર પંડિત ઓમકારનાથ ઠાકુરનો આજે જન્મદિવસ ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *