રાજકોટની ભરાડ સ્કૂલમાં ગણિતના પેપરમાં સુપર વાઈઝરે પુરવણી ન આપ્યાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓએ હોબાળો મચાવ્યો છે.
રાજકોટમાં બોર્ડની પરીક્ષામાં પુરવણી ખુટી પડી હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ભરાડ સ્કૂલમાં સુપર વાઈઝરે અનેક વિદ્યાર્થીઓને પુરવણી ન આપ્યાનો આક્ષેપ કરાયો છે. ગણિતના પેપરમાં 5થી 10 માર્કનું લખવાનું છૂટી ગયાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે.
પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો
રાજકોટની ભરાડ સ્કૂલમાં સુપર વાઈઝરે અનેક વિદ્યાર્થીઓને પુરવણી ન આપ્યાના દાવા સાથે સ્કૂલમાં હોબાળો મચાવ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્કૂલમાં હોબાળો મચાવતા માહોલ ગરમાયો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓના હોબાળા મચાવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલાને થાળે પાડવા પ્રયાસો હાથ ધર્યા છે. પેપર પરીક્ષા કેન્દ્રથી બહાર લઇ જવાતા વાલીઓએ અટકાવ્યા છે. પોલીસે સમગ્ર મામલે સમજાવટ કરતા મામલો આખરે થાળે પડ્યો હતો.
5થી 10 માર્કનું લખવાનું રહી ગયું: વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓને પુરતી પુરવણી ન અપાતા 5થી10 માર્કનો પેપર છૂટી ગયાનો આક્ષેપ કરાયો છે. તેમજ ગણિતના પેપરમાં વિદ્યાર્થીનો પુરતી પુરવણી ન અપાતા માર્કસ ઓછા આવવાની ચિંતા સતાવી રહી છે. જે સમગ્ર મામલાને લઈ વાલીઓ જણાવી રહ્યાં છે કે, ભરાડ સ્કૂલને પરીક્ષા કેન્દ્ર તરીકે કેન્સલ કરો અથવા તમામ સુપરવાઈઝર સહિતના સ્ટાફને બદલવામાં આવે.