પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પશ્ચિમ કચ્છ – ભુજના પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ નાઓએ ગુનાના કામે તેમજ પેરોલ ફરારી આરોપીઓને પકડવા સુચના કરેલ હોઇ જે અત્રે પો.સબ.ઇન્સ જે.પી.સોઢા ના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.દરમ્યાન આજરોજ પેરોલ ફર્લો સ્કોડ ભુજના ના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સબ.ઇન્સ . શ્રી જે.પી.સોઢા તથા પો.હેડ કોન્સ ધર્મેન્દ્ર મુળશંકર રાવલ તથા એ.એસ.આઇ હરિલાલ રામજી બારોટ ને ખાનગીરાહે હકિકત મળેલ કે , ભુજ પાલારા ખાસ જેલ મળે કાચા કામનો સજા કાપી રહેલ આરોપી ગોવિંદ ધનજી હિરાણી જે વચગાળાની રજા પર મુક્ત થયેલ અને જેની વચગાળાની રજા પુરી થયેલ હોવા છતા જેલમાં હાજર થયેલ નથી અને પેરોલ જંમ્પ કરી નાસતો ફરતો રહે છે અને હાલે સુખપર ગામે હાજર છે . તેવી સચોટ હકીકત ના આધારે તુરત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ આવી તપાસ કરતા હકીકત મુજબનો ઇસમ ગોવિંદ ધનજી હિરાણી ઉ.વ .૪૫ રહે.સુખપર નવાવાસ તા.ભુજ વાળો બાતમી વાળી જગ્યાએ હાજર મળી આવતા જેની પુછપરછ કરતા જણાવેલ કે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનબે કોરોનાની વૈશ્વીક મહામારીને ધ્યાને રાખી જેલમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે આપવામાં આવેલ ડાયરેક્શન મુજબ તા .૩૧ / ૧૨ / ૨૦૨૦ સુધી પેરોલ રજા ઉપર મુક્ત કરવામાં આવેલ અને મુદત પુરી થયેલ હોવા છતા પોતે ભુજ પાલારા જેલ ખાતે હાજર થયેલ ન હોવાની કબુલાત કરતો હોઇ જેને ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે માનકુવા પો.સ્ટે ખાતે સુપ્રત કરવામાં આવેલ છે . ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સ.શ્રી જે.પી.સોઢા તથા એ.એસ.આઇ હરિલાલ બારોટ તથા પો.હેડ કોન્સ . ધર્મેન્દ્ર રાવલ તથા દિનેશભાઇ ગઢવી , રઘુવિરસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા ડ્રા.પો.કો. સુરેશભાઇ ચૌધરી નાઓ જોડાયેલ હતા.