આ બસ ક્વેટાથી કરાંચી જઈ રહી હતી.
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના લાસબેલા જિલ્લામાં આજે સવારે એક બસ ખાઈમાં પડી જતા 44 લોકોના મોત થયા છે.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આ બસ ક્વેટાથી કરાંચી જઈ રહી હતી અને તેમાં 48 યાત્રિકો જઈ રહ્યા હતા.
સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં 41 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
એક બાળક અને એક મહિલાસ સહિત ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, બસ પૂરપાટ દોડી રહી હતી અને યૂ ટર્ન લેવાને કારણે બસ એક થાંભલા સાથે અથડાઈ હતી. ત્યારબાદ બસ ખાઈમાં પડી હતી અને તેમાં આગ લાગી ગઈ હતી.