વિશ્વ પર્યાવરણ દિવસે બાપુનગર ચાર રસ્તા ખાતે વૃક્ષારોપણ અને આયુર્વેદ વૃક્ષોનું વિતરણનો કાર્યક્રમ યોજાયો…

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.પર્યાવરણ દિવસના દિવસે વૃક્ષોનું વાવેતર કરી તેના વિશે જાગૃતિ લાવવા માટે અનેક સંસ્થાઓ તેમજ સરકારી કચેરીઓ તેમજ સ્કૂલો,કોલેજો દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરનું જતન કરવું તે આપણી જવાબદારી છે.પર્યાવરણ માનવીના જીવનનો એક મહત્વનો ભાગ છે.કોરોનાની મહામારીની બીજી લહેર સમયે માણસોને ઓક્સિજન વિના ઘણી તકલીફ પડી હતી અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો એટલે કે પ્રાણવાયુ ખુજ મહત્વનો છે.અને પૃથ્વી પર જો પ્રાણવાયુનો મુખ્ય સ્ત્રોત હોય તો તે વૃક્ષો છે.એટલે વૃક્ષ ખૂબ જ મહત્વનુ છે.આ માટે પ્રાણવાયુનું ઓક્સિજનનું મહત્વ સમજાય તે માટે આજે ઇન્ડિયન કર્ણાવતી ક્લબ દ્વારા આયોજિત અને શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી બાપુનગર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ અને આયુર્વેદિક વૃક્ષોનું વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા

ઇન્ડિયન લાયન્સ કર્ણાવતી કલબ આયોજીત અને શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી બાપુનગર, અમદાવાદના સૌજન્ય દ્વારા બાપુનગર ચાર રસ્તા ખાતે વૃક્ષારોપણ અને આયુર્વેદિક વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઘણા મહાનુભાવો ઊપસ્થિત રહ્યાં હતાં અને પર્યાવરણ વિશે સમજ આપી હતી.આ કાર્યક્રમમાં અમદાવાદના પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ, કોર્પોરેટર અશ્વિનભાઈ પેથાણી,તેમજ અન્ય કોર્પોરેટરો અને વિશ્વ હિન્દુ પરિષદના ઉપ પ્રમુખ બીપીનભાઈ પંચાલ તથા ઇન્ડિયન લાયન્સ કલબના હોદ્દેદાર ધિમંતભાઈ શેઠ,હિમાંશુ પંચાલ, સહિત અનેક મહાનુભાવો હસ્તે વૃક્ષારોપણ અને આયુર્વેદિક વૃક્ષોના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *