OBC અને SC-STના સ્ટુડન્ટ્સ જનરલ સીટ પર એડમિશનના હકદાર, સુપ્રીમકોર્ટનો મહત્ત્વપૂર્ણ આદેશ
સુપ્રીમ કોર્ટે અનામત અંગે એક મોટો ચુકાદો સંભળાવ્યો. દેશની સર્વોચ્ચ અદાલતે મધ્યપ્રદેશ હાઈકોર્ટના એ નિર્ણયને રદ કર્યો હજેમાં તેણે સામાન્ય કેટેગરી (જનરલ)ની બેઠકો પર અનામતનો લાભ લેતા મેરીટોરીયસ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ચુકાદામાંં શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે જો અન્ય પછાત વર્ગ (ઓબીસી), અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) કેટેગરીના મેરીટોરીયસ વિદ્યાર્થીઓ તેમની યોગ્યતાના આધારે સામાન્ય ક્વોટા(જનરલ) ની બેઠકો પર પ્રવેશ મેળવવા માટે હકદાર હોય તો તેમને અનામતવાળી બેઠકો પર એડમિશન ન આપવો જોઇએ.
કયા કયા જજોએ આપ્યો ચુકાદો?
જસ્ટિસ બીઆર ગવઈ અને કે.વી.વિશ્વનાથનની બેન્ચે મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયની સામે રામ નરેશ ઉર્ફે રિંકુ કુશવાહા અને અન્ય લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને સ્વીકારતી વખતે આ ચુકાદો આપ્યો હતો. બેન્ચે કહ્યું કે જો OBC, SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ તેમની યોગ્યતાના આધારે બિનઅનામત એટલે કે સામાન્ય ક્વોટામાં પ્રવેશ મેળવવા માટે હકદાર હોય તો તેમને માત્ર બિનઅનામત બેઠકો પર જ પ્રવેશ મળવો જોઈએ.
જૂના કેસનો હવાલો આપ્યો
સુપ્રીમ કોર્ટે સૌરવ યાદવ અને અન્ય વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકારના કેસમાં આપેલા તેના અગાઉના ચુકાદાને આધાર બનાવીને તાજેતરનો જજમેન્ટ આપ્યો. આ મામલો મધ્યપ્રદેશની એક મેડિકલ કોલેજમાં MBBS એડમિશન સાથે સંબંધિત હતો, જેમાં અનામત કેટેગરીના મેરિટોરીયસ વિદ્યાર્થીઓને જનરલ ક્વોટામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.