
ઓનલાઈન પેમેન્ટ્સના મામલામાં UPI ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિય બની ગયું છે. અત્યાર સુધી આ સુવિધા ભારતીય મોબાઈલ નંબર પર જ આપવામાં આવતી હતી. હવે આ ઈન્ટનેશનલ નંબર પર પણ ઉપલબ્ધ થશે.
ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિય થયું છે UPI
ઓનલાઈન પેમેન્ટનું સૌથી લોકપ્રિય માધ્યમ UPI હવે અન્ય દેશોમાં રહેતા ભારતીયો (NRIs) માટે પણ શરૂ કરવામાં આવ્યું છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, NRIs હવે તેમના આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરો દ્વારા ચૂકવણી માટે UPI એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસનો ઉપયોગ કરી શકશે.
ડિસેમ્બરમાં UPI દ્વારા થયા 12 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન
NRI એ UPI દ્વારા ચુકવણી કરવા માટે તેમના નોન રેજીડેન્ટ વાળા બેંક (NRE/NRO) એકાઉન્ટને UPI સાથે લિંક કરવાની જરૂર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશને તેની તૈયારી માટે પાર્ટનર બેંકોને 30 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. તમને જણાવી દઈએ કે માત્ર છ વર્ષમાં UPI દ્વારા ટ્રાન્ઝેક્શનમાં મોટો ઉછાળો આવ્યો છે. ડિસેમ્બર મહિનામાં યુપીઆઈ દ્વારા 12 લાખ કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો થયા હતા.
NRE/NRO એકાઉન્ટ્સ શું છે?
NRE એકાઉન્ટ (Non Resident External account) અન્ય દેશોમાં રહેતા ભારતીયોને તેમની કમાણી વિદેશમાંથી ભારતમાં ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે. જ્યારે NRO એકાઉન્ટ (Non resident Ordinary account) ભારતમાં તેમની કમાણીને મેનેજ કરવામાં મદદ કરે છે. UPI દ્વારા, તેઓ હવે આ ખાતાઓમાંથી જ પેમેન્ટ કરી શકશે.