સરકાર-ખેડૂત વચ્ચેની બેઠક પરિણામ વિહીન..

સરકાર-ખેડૂત વચ્ચે વધુ એક મંત્રણા ફ્લોપ નવમાં તબક્કાની બેઠકનું પરિણામ પણ શૂન્ય


૪૪ દિવસથી ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન કાયદા રદ્દ નહિ થાય : સરકારની સ્પષ્ટતા


રાજધાની દિલ્હી ખાતે ચાલી રહેલ ખેડૂત આંદોલનનો શુક્રવારે ૪૪મો દિવસ છે. જો કે આજે યોજાયેલ નવમાં તબક્કાની બેઠક પણ ફ્લોપ જ રહી છે. સરકાર અને ખેડૂત વચ્ચે યોજાયેલ આજની મંત્રણામાં પણ બંને લોકો પોત પોતાની માંગ પર અડગ રહેતા પરિણામ શૂન્ય રહ્યું હતું.
શિયાળો જેમ જેમ જામતો જાય છે તેમ તેમ દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન પણ જામતું જાય છે.શુક્રવારે આંદોલનના ૪૪માં દિવસે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે નવમાં તબક્કાની મંત્રણા યોજાય હતી.સરકાર વતી મંત્રણામાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર,રેલ મંત્રી પીયુષ ગોયલ અને વાણીજ્ય મંત્રી સોમ પ્રકાશ હાજર રહ્યા હતા.જો કે પરિણામ શૂન્ય જ રહ્યું હતું.
ખેડૂત સંગઠનોએ પણ બેઠકમાં કડક વલણ યથાવત રાખ્યું હતું.ખેડૂત નેતા બલબીર રાજેવાલેએ મંત્રીઓને સ્પષ્ટ કહ્યું હતું કે તમે જીદ પર અડગ છો .તમે તમારા સેક્રેટરી ,સયુંકત સચિવને લગાવી દેશો અને અધિકારીઓ કોઈ ને કોઈ લોજીક આપતાં રહેશે.અમારી પાસે પણ લીસ્ટ છે.છતાં પણ નિર્ણય આપનો છે.કારણ કે તમે સરકાર છો.લોકોની વાત ઓછી લાગતી હશે,જેની પાસે તાકાત હોય તેની વાત વધારે લગતી હોય છે.આટલા દિવસોથી વારંવાર આટલી ચર્ચા થઇ રહી છે .એવું લાગી રહ્યું છે કે તમારૂ મન ઉકેલ લાવવાનું લાગતું નથી તો પછી સમય શા માટે વેડફી રહ્યા છો? તમે સપષ્ટ સ્પષ્ટ જવાબ લખીને આપી દો અમે જતાં રહીશું.
આંદોલનકારી ખેડૂત હજુ પણ પોતાની જીદ પર અડગ છે.તેઓનું કહેવું છે કે કાયદો પરત તો અમે ઘરે પરત.અમે મરીશું કાં તો જીતીશું.બેઠક બાદ ખેડૂતે આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.બીજીબાજી કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કાયદો પરત લેવા સિવાય કોઈ પણ પ્રસ્તાવ પર વિચારણા કરવા તૈયાર છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે મોદી સરકારે બનાવેલા ત્રણ નવા કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ સાથે હજારો ખેડૂતો દિલ્હીની વિવિધ સરહદે છેલ્લાં દોઢ મહિનાથી આંદોલનચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *