હવે ગુજરાતમાં વૅક્સિન માટે ઑનલાઈન બુકિંગ નહીં કરાવવું પડે, 21 જૂનથી નિયમ લાગુ…

વિશ્વ યોગ દિવસથી બપોરે 3 કલાક બાદથી અગાઉથી રજિસ્ટ્રેશન સિવાય પણ વેક્સિન અપાશે

ગુજરાતમાં 18 થી 44ની વયજૂથના લોકોને આગામી સોમવાર તારીખ 21 મી જૂન 2021 થી બપોરે 3 કલાકથી કોરોના વેક્સિન માટે અગાઉથી રજિસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર પરથી વોક ઈન વેક્સિનેશન અન્વયે સ્થળ પર રજિસ્ટ્રેશન કરીને આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે જ હવે તમામ લોકોને વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરીયાત રહેશે નહીં.

હાલ સ્થળ, સમય અને તારીખનો સ્લોટ આપી વેક્સિનેશન રાજ્યમાં હાલ 18 થી 44 વયજૂથમાં વેક્સિનેશન માટે અગાઉથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી સ્થળ, સમય અને તારીખનો સ્લોટ SMS દ્વારા મળ્યા મુજબ વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આવું પ્રાયર રજિસ્ટ્રેશન કરાવીને SMS મારફતે સ્લોટ મેળવેલા લોકોને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે.

પરંતુ 21 જૂન વિશ્વ યોગ દિવસથી બપોરે 3 કલાક બાદથી પ્રાયર રજિસ્ટ્રેશન સિવાય એટલે કે, વોક-ઈન-રજિસ્ટ્રેશન અંતર્ગત રાજ્યભરના બધા જ રસીકરણ કેન્દ્રોએ સ્થળ પર રજિસ્ટ્રેશન કરીને વેક્સિનના ડોઝની ઉપલબ્ધતાના આધારે વેક્સિનેશન કરવામાં આવશે. કોરોનાથી બચવાના અક્સિર શસ્ત્ર તરીકે વધુને વધુ લોકોને વેક્સિન અન્વયે આવરી લેવાની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા રૂપે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકારે પણ રાજ્યોને વેક્સિનેશનના પૂરતા ડોઝ ઉપલબ્ધ કરાવતાં વેક્સિનેશનનની આ પ્રક્રિયા વધુ વેગવંતી બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *